મુંબઈ મહાપાલિકાના આદેશ સામે જૈન સમુદાય બોમ્બે હાઈકોર્ટ પહોચ્યો

એક દિવસ દેવનાર કતલખાનું બંધનો પરિપત્ર, પરંતુ પર્યુષણ પર્વમાં માંસ મટન વેચાણ કરતી દુકાનો બંધ રાખવા માટે કોઇ આદેશ જાહેર નહી કરતા જૈન સમાજ, અને જીવદયાપ્રેમીઓમાં આઘાતની લાગણી જન્મી હતી
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે પર્યુષણ પર્વના જૈન તહેવાર દરમિયાન પ્રાણીઓની કતલ અને માંસના વેચાણ પરના પ્રતિબંધ અંગે જૈન ચેરિટીઝના અરજદારોને જૂન 2019ના સરકારી નોટિફિકેશનને પડકારવા માટે 4 સપ્ટેમ્બર બુઘવારે મજુરી આપી છે, ઉલ્લેખનિય છે કે, જૈન ધર્મીઓના પર્વાધિરાજ પર્વે, પર્યુષણ 31 ઓગષ્ટ્રથી શરૂ છે, જૈન સમાજની અનેક સંસ્થાઓ તરફથી 31 ઓગસ્ટ થી 7 સપ્ટેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન પ્રાણીઓની કતલ અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતી વિવિધ રજૂઆતો દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી કરી હતી અને તેની સુનાવણી પછી બોમ્બે હાઈકોર્ટે ગત 29 ઓગષ્ટ્ર ગુરુવારે મુંબઈ મહાપાલિકા સહિત રાજ્યની મહાપાલિકાઓને પર્યુષણ પર્વ દરમિયાન પશુઓની કતલ અને વેચાણ પરના કામચલાઉ પ્રતિબંધ અંગે તાકીદે વિચારણા કરવા અને નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો. પરંતુ મુંબઈ મહાપાલિકાએ જૈનોના તહેવાર પર્યુષણ પર્વ નિમિત્તે 4 સપ્ટેમ્બરના દેવનાર કતલખાનાને એક દિવસ માટે બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો, પરંતુ માંસ-મટનની શોપ બંધ રાખવા કોઇ આદેશ જાહેર ર્ક્યોં નહી, તેની સામે જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી.
આ મામલે આત્મા કમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા 4 સપ્ટેમ્બરે બુધવારે અન્યો ટ્રસ્ટની સાથે એક અરજી ફાઈલ કરાઈ હતી, જેમાં જૂન 2019 ના સરકારી નોટિફિકેશનને પડકારવા માંગ કરાઇ હતી. ઉલ્લેખનિય છે કે, ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે 29 ઑગસ્ટના મહારાષ્ટ્રની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને જૈન તહેવારોને કારણે પ્રાણીઓની કતલ અને માંસ વેચાણ પર કામચલાઉ પ્રતિબંધની માંગ કરતી જૈન સમુદાયના ચેરિટેબલ ટ્રસ્ટો દ્વારા કરાયેલી રજૂઆતો પર તાત્કાલિક નિર્ણય લેવા અગાઉ આદેશ આપ્યો હતો. જો કે, બીએમસીએ મુંબઈ હાઈકોર્ટ સમક્ષની જૈન સંસ્થાઓની અરજી દ્વારા માંગવામાં આવેલ 31 ઓગષ્ટ્રથી 7 સપ્ટેમ્બર સુધી કતલખાનાને બંધ કરવા વર્ષમાં 15 દિવસના નિયમનો હવાલો આપી અસર્મથતા જણાવી હતી., અને માસ મટન વેચાણ કરતી દુકાનો બંધ રાખવા માટે કોઇ આદેશ જાહેર નહી કરવા તર્ક સમજાવ્યો હતો કે, મુંબઈ એક કોસ્મોપોલીટન શહેર છે, જેમાં બિન-જૈનો અને જૈન વિચારધારાના અનુયાયીઓની મોટી વસ્તી છે. તે મહાન વિવિધતા ધરાવતું શહેર છે. વિવિધ સમુદાયો, સંપ્રદાયો, ભાષાકીય અને વંશીય જૂથોના લોકો બહુમતી સંખ્યામાં છે. શહેરમાં એવા સમુદાયો છે કે, જેઓ રોજિંદા ધોરણે માંસાહારી ખોરાક લે છે, અને ખોરાકમાં મટન, ચિકન, માછલી, સીફૂડ અને ઇંડાનો સમાવેશ થાય છે, દેવનાર કતલખાનામાંથી માંસનો પુરવઠો માત્ર મુંબઈ પૂરતો મર્યાદિત નથી. એથી આવી શોપ બંધ નહી રાખવા કોઇ આદેશ બહાર પાડ્યો નહી.
હાઈકોર્ટે શું કહ્યું?
દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા પ્રાણીઓની કતલ પર પ્રતિબંધની સૂચનાઓ જારી કરવામાં આવે છે, તેની નોંધ લેતા, કોર્ટે મૌખિક રીતે ટિપ્પણી કરી હતી કે, દર વર્ષે આ પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવે છે. સમય ઓછો છે, કોર્ટ આ મુદ્દા પર આખરે નિર્ણય કરવામાં અસમર્થ છે. આવા અવલોકનો સાથે, તેણે અરજદારોને 29મી જૂન 2019ની સરકારી નોટિફિકેશન અને અન્ય કોઈપણ સરકારી નોટિફિકેશનને પડકારવા માટેની તેમની અરજીમાં સુધારો કરવાની મંજૂરી આપી અને કહ્યું કે, શા માટે માંસના વેચાણ પર રાજ્યની અન્ય મહાપાલીકાની જેમ મુંબઈ મહાપાલિકાએ આદેશ બહાર નહી પાડ્યો. કોર્ટે પ્રતિવાદી સત્તાવાળાઓ મુંબઈ મહાપાલિકાને નોટિસ જારી કરી અને તેમને 4 અઠવાડિયામાં એફિડેવિટ સાથે જવાબ દાખલ કરવા માટે નિર્દેશ આપ્યો. જેથી આવતા વર્ષથી આવી સૂચનાઓને છેલ્લી ઘડીએ જારી કરવાનો પ્રશ્ન જ ન આવે.
What's Your Reaction?






