શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ (રવિવાર): શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે — દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ભાવપૂર્ણ શૈક્ષણિક સન્માન તથા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાર્યક્રમ સારસ્વત વાડી, મુળુંડ ખાતે રવિવારના રોજ સાંજે યોજાયો હતો જેમાં કાર્યક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, મહિલાઓ અને બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, તેમજ સાંજના ભોજનનો વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમની વિશેષતા એ હતી કે મુંબઈના વિવિધ કાર્યરત મંડળોના કાર્યકર્તાઓને આમંત્રણ અપાયુ હતું અને સૌએ સૌહાર્દપૂર્ણ રીતે હાજરી આપી કાર્યક્રમને ભવ્ય બનાવ્યો.

કાર્યક્રમનું નેતૃત્વ શ્રી કરસનદાસ ખીમજી ઉગાની (પ્રમુખ) તથા ટ્રસ્ટીગણ, ઉપપ્રમુખ અને સમગ્ર કારોબારી ટીમ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સુસંગત રીતે પાર પાડવામાં આવ્યો અને આશરે ૫૫૦ લોકોને ઉપસ્થિતિથી આ કાર્યક્રમને સફળ બનાવ્યો.

કાર્યક્રમના અંતે સમસ્ત ઉપસ્થિત મહેમાનો, કાર્યકર્તાઓ અને સમાજબંધુઓએ એકસાથે મળીને સ્નેહભોજન અને મનોરંજનનો આનંદ માણ્યો.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow