રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં પિતા-પુત્રી સામસામે ચૂંટણી જંગમાં : અજીત પવારના પક્ષને માત આપવા શરદ પવારે તખ્તો ગોઠવ્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યો વિરોધી પક્ષમાંથી સામસામી લડવાનો તખ્તો શરૂ થયો છે. આ કડીમાં રાજ્યના ના મંત્રી અને NCP નેતા ધર્મરાવ બાબા આત્રામની પુત્રી ભાગ્યશ્રી આત્રામ ગુરુવારે NCP (SP) માં જોડાઈ હતી, ઉપ મુખ્યમંત્રી અજિત પવાર દ્વારા ભાગ્યશ્રીને શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીમાં જવાથી ના પાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. હવે જોવું રહ્યું કે, પિતા-પુત્રીના ચૂંટણી જંગમાં કોણ સવાયું બનીને બહાર આવે છે.
NCP (SP) ના રાજ્ય પ્રમુખ જયંત પાટીલ અને પાર્ટીના નેતા અનિલ દેશમુખ ગઢચિરોલી જિલ્લાના અહેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર હતા, જ્યાં મંત્રીની પુત્રી વિરોધ પક્ષમાં જોડાઈ હતી. આ ઘટનાક્રમે નવેમ્બરમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાગ્યશ્રી અને તેના પિતા, જેઓ અહેરીના ધારાસભ્ય છે, વચ્ચે સંભવિત સ્પર્ધા અંગે અટકળોને વેગ આપ્યો હતો. ઉલ્લેખનિય છે કે, લોકસભાની તાજેતરની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યો સામસામે ચૂંટણી જંગમાં ઉર્તયા હતા.
શા માટે ભાગ્યશ્રીએ નિર્ણય લીધો?
ભાગ્યશ્રીએ કહ્યું કે, જ્યારે તેના પિતાનું નક્સલવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે શરદ પવાર હતા જેમણે તેમની સલામત પરત ફરવાની ખાતરી આપી હતી. 1991માં માઓવાદીઓ દ્વારા અત્રામનું અપહરણ કરવામાં આવ્યું હતું, અને તેમને બંધક બનાવ્યા હતા, જેઓ તેમના સમર્થકોને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. તે સમયે શરદ પવાર રાજ્યના મુખ્યમંત્રી હતા. આ કૃતજ્ઞતા ભરવાની મારી રીત છે, તેણીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં અજિત પવારની શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા પછી એનસીપી છૂટા પડી ત્યારે તેના પિતાએ શરદ પવારનો પક્ષ છોડી દીધો હતો એથી, ભાગ્યશ્રીને તેના પિતાના નિર્ણય મંજૂર ન હોતો.
What's Your Reaction?






