મુંબઈ | 10 જાન્યુઆરી 2025 :અરિહા

‘સેવ અરિહા ટીમ’એ જર્મનીમાં પોતાની માતા-પિતાથી અલગ રાખવામાં આવેલી ભારતીય નાગરિક બેબી આરિહા શાહના મુદ્દે ગંભીર ચિંતા અને આક્રોશ વ્યક્ત કર્યો છે. ફેબ્રુઆરી 2022માં આરિહાના માતા-પિતા સામેના તમામ પોલીસ કેસ બંધ થઈ ગયા હોવા છતાં, આરિહા આજે પણ બર્લિનમાં જર્મન બાળસેવા સંસ્થા (જુજેન્ડામ્ટ) ની કસ્ટડીમાં છે.

સપ્ટેમ્બર 2021માં આરિહાને ફોસ્ટર કેરમાં મૂકવામાં આવી હતી. છેલ્લા ચાર અને અડધા વર્ષમાં તેને પાંચ અલગ-અલગ ફોસ્ટર ઘરોમાં ખસેડવામાં આવી છે, જેના કારણે તેને સ્થિરતા અને સુરક્ષાનો અહેસાસ મળ્યો નથી. વર્ષ 2024માં હાયર કોર્ટે આરિહાને તેના માતા-પિતા સાથે પેરેન્ટ-ચાઇલ્ડ સુવિધામાં રાખવાની ભલામણ કરી હતી, પરંતુ આ ભલામણ અવગણવામાં આવી. હાલ જર્મનીમાં આરિહાની કસ્ટડી અંગે કોઈ સક્રિય કાનૂની કેસ પણ નથી, જેના કારણે તેની ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે. માનવાધિકાર અને સાંસ્કૃતિક ઉલ્લંઘનો આરિહાની પરિસ્થિતિ ગંભીર માનવાધિકારના પ્રશ્નો ઊભા કરે છે. તેને કોઈ ભારતીય વ્યક્તિને મળવાની કે ભારતીય તહેવારો ઉજવવાની મંજૂરી નથી. જર્મની સ્થિત ભારતીય દૂતાવાસને પણ તેની ચોક્કસ સ્થિતિ અને રહેઠાણ અંગે જાણ કરવામાં આવી નથી. આરિહાને સંપૂર્ણપણે જર્મન વાતાવરણમાં ઉછેરવામાં આવી રહી છે, જેના કારણે તેની ભારતીય સંસ્કૃતિ, ભાષા અને ધાર્મિક ઓળખથી વંચિત કરવામાં આવી છે. આ પરિસ્થિતિ બાળકના અધિકારો પર યુએન કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.આર્થિક શોષણ, અંદાજે 22 લાખ રૂપિયાનું બિલ જર્મન ફોસ્ટર કેર સત્તાવાળાઓએ આરિહાના માતા-પિતાને સપ્ટેમ્બર 2021થી જૂન 2024 સુધીના ખર્ચ પેટે અંદાજે 22 લાખ રૂપિયાનું બિલ ફટકાર્યું છે, અને તે 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને 55 હજાર રૂપિયાની માંગ કરી છે.

સાથે સાથે કોર્ટ નિયુક્ત નિષ્ણાતો અને અનુવાદકોના નામે 16 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ પણ લગાવવામાં આવ્યો છે.ભારત સરકારને અપીલ જાન્યુઆરી 2026ના મધ્યમાં જર્મન ચાન્સેલરની ભારત મુલાકાતને ધ્યાનમાં રાખી, ‘સેવ આરિહા ટીમ’ ભારત સરકારને તાત્કાલિક રાજદ્વારી હસ્તક્ષેપ કરવાની માંગ કરે છે. આરિહા કોઈ કેસ નંબર નથી, તે એક બાળક છે. તેનો હક છે કે, તે પોતાની માતૃભૂમિ ભારત પરત આવે. બેબી આરિહાને હમણાં જ ઘરે પાછી લાવો.