વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા શહેરમાં પાણી પૂરું પડતું નહીં રહે

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ હવે શટડાઉનમાં ફેરફાર થતા આ કામ હવે તા. 5 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.
પાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 1354 મીમીની નર્મદા પાઇપલાઇન રાયકા દોડકા ખાતે જોડવાની કામગીરીના કારણે તા. 5 ઓગસ્ટે શહેરના અડધા વિસ્તારમાં પીવાનું પાણી મળવા પાત્ર નહીં હોય.
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ શટડાઉન જરૂરી કામગીરીના ભાગરૂપે લેવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અગાઉથી જાણ કરવામાં આવી છે જેથી લોકો જરૂરી પાણીનું સંગ્રહ કરી શકે.
What's Your Reaction?






