દાદરમાં કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓ, સાહિત્યકારોનો ભવ્ય મેળાવડો યોજાયો

મુંબઈઃ દાદર-ઈસ્ટ ખાતે કચ્છી અને ગુજરાતી સાહિત્ય માટે લખતાં પ્રતિષ્ઠિત અને નવોદિત એવાં લગભગ 45 જેટલાં કવિઓ સહિત સાહિત્યકારોનો એક મેળાવડો 23 ઓગસ્ટના રોજ બપોરે 2 થી 5 દરમિયાન યોજવામાં આવ્યો હતો.
આ મેળાવડામાં અનેક પ્રતિષ્ઠિત અને નવોદિત કવિઓએ પોતાની રચનાઓ રસપ્રદ રીતે રજૂ કરી હતી. તેમ જ કચ્છી ભાષાના સંવર્ધન માટે ભવિષ્યમાં નવતર કાર્યક્રમો દ્વારા જાગૃતિ લાવવાનો સંકલ્પ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ માટે જવેરબહેન મલ્લેશા પરિવારનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મનીષા વીરા 'મન', દિવ્યા દેઢિયા 'દિવ્ય', હરેશ ગડા 'જવાન', અને નેહા શાહ 'નેહ' એ ભારે મહેનત કરી હતી. આ મેળાવડામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને આનંદ મેળવ્યો હતો.
What's Your Reaction?






