મુંબઈથી કચ્છ જતા મુસાફરોએ ભારે વરસાદના પગલે ટ્રેનમાં રામભરોસે મુસાફરી કરી :15 કલાક નો પ્રવાસ 36 કલાકે પહોંચ્યો હોવાથી સિનિયર સિટીઝન બેસીને થાક્યા: મુસાફરે તેમની આપવીતી વર્ણવી

જય શાહ
મુંબઈ: મુંબઈના દાદરથી સયાજીનગરી તેના નિયત સમયે સોમવારે બપોરે 3.15 કલાકે કચ્છ જવા રવાના થઈ, પરંતુ ગુજરાતમાં ભારે વરસાદના પગલે આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો તેના નિર્ધારિત મુસાફરીના સમય 15 કલાકના બદલે 36 કલાકે પહોચશે. પરંતુ નવાઈની વાત એ છે કે, મુસાફરી દરમિયાન રેલવે સત્તાવાળાઓ તરફથી મુસાફરોને ખાણીપીણી કે ભોજનની કોઈ વ્યવસ્થા કરાઇ નથી. ઉલટાનું જે સ્ટેશન પર ટ્રેન ઉભી રહે તેમાં વધુ રકમ લઇને ખાણી-પીણીની વસ્તુઓ મુસાફરોને લેવી પડી, આ દરમિયાન કેટલાય કલાકો સુધી ટીટી કે રેલવે પ્રોટેકશન ફોર્સ(આરપીએફ) ફરક્યા ન હોવાનો આરોપ મુસાફરોએ ર્ક્યોં છે. આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મુસાફરે The Journalistsને તેમની આપવીતી વર્ણવી હતી.
મુસાફરો રામ ભરોસે
ગોરેગાવંમાં રહેતા કચ્છી 22 વર્ષના દેવમગીરી ગૌસ્વામી બોરીવલી રેલવે સ્ટેશનેથી સોમવારે બપોરે 3.45 કલાકે સયાજીનગરી ટ્રેનમાં એસ ટુ સ્લીપર કોચની સીટ નંબર 38 પર તેમના વતન જવાની હરખમાં હતો, પરંતુ તેમની ટ્રેન કચ્છના ભુજ રવાના તો થઈ પરતું તે સોમવાર રાત્રે 8 કલાકે સુરત સ્ટશેન પર ટ્રેન પહોચી ત્યારે ખબર પડી કે ટ્રેનના રૂટ પર મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા છે, એથી ટ્રેન છેક ભુજ પહોચવાના સમયે સવારે 6.15 વાગ્યે સુરતથી ઉપડી અને મંગળવારે બપોરે 3.15 કલાકે ધાગ્રંધા રેલવે સ્ટેશન પહોચી, મુસાફરોને એમ કે હવે બેથી ત્રણ કલાકનો રૂટ તેમના વતન જવા માટે બાકી છે, પરંતુ વળી પાછા સમાચર આવ્યા કે ટ્રેન અહીથી આગળ નહી વધી શકે, કારણ કે મચ્છુ ડેમના પાણી છોડાયા છે, અને આ રસ્તા પર ફરી વળ્યા છે. મંગળવારે સાંજે 6.30 કલાકે વળી ટ્રેન ધાગ્રંધા રેલવે સ્ટેશન પરથી પાછી પરત ફરીને અન્ય રૂટથી આગળ વધી હવે નવા રૂટથી લગભગ 7 કલાકનો સમય લાગશે એથી તેમને તેના વતન પહોચતા લગભગ 36 કલાક જેટલો સમય લાગશે. પરંતુ એ દરમિયાન તેમને અને અન્ય મુસાફરોએ વેઠવી પડેલી આપવીતી વર્ણવી ત્યારે એવું દેખાઈ રહ્યું છે કે, કુદરતી આફત સમયે મુસાફરો રામ ભરોસે મુસાફરી કરી રહ્યા છે.
નવા રૂટથી ટ્રેઇન આગળ વધી
દેવમગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હવે નવા રૂટ પરથી ટ્રેઈન જઇ રહી છે, અને અમને આપવામા આવેલી જાણકારી અનુસાર અમારી ટ્રેન ધાગ્રંધા થી હળવદ, સુરજબારી થઇને સામખીયાળી અને ભચાઉ અને ભુજ જવના બદલે હવે ધાગ્રંધા થી વિરમગામ થઇને મેહસાણા, પાલનપુર ડીસા, ભીલડી રાધનપુર, આડેસર થઇને સામખીયાળી અને ભચાઉ અને ભુજ પહોચશે.
હાઇવે પણ બંધ જાહે તો જાયે કહા…
કચ્છમા રોડ રસ્તે જવા માટે માળીયાથી તમામ હાઈવે મંગળવારે આગામી 24 કલાક માટે બંધ કરી દેતા ફરજીયાત મુસફારોને ટ્રેનમાં જ મુસફારી કરવી પડી રહી છે, પરંતુ તેમા કોઈ ભોજનની વ્યવસ્થા કે સુરક્ષાકર્મીઓ ન હોવાથી બાળકો, મહિલાઓ અને સિનિયર સિટિઝનોની હાલત કફોડી બની હતી.
What's Your Reaction?






