સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લીધી

સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લીધી

અમદાવાદ:છેલ્લા બે દિવસથી રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને પરિણામે ગઇકાલે અમદાવાદના વાસણા બેરેજમાં પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યના સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે અમદાવાદ ખાતે વાસણા બેરેજની મુલાકાત લઈને ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક સહિત બેરેજ પર થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીએ વાસણા બેરેજમાં પાણીની આવક, બેરેજના દરવાજાઓનું સંચાલન સહિત વહીવટ તંત્રની કામગીરી તથા આસપાસના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરણની જરૂરિયાત સહિતના મુદ્દાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ મંત્રીએ અમદાવાદના પૂર્વના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિની સમીક્ષા કરીને પાણીના ઝડપી નિકાલ બાબતે સૂચના આપી હતી.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow