અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીઃ પિરામિડ બનાવી મટકી ફોડવાનો કાર્યક્ર્મ યોજયો

અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીઃ પિરામિડ બનાવી મટકી ફોડવાનો કાર્યક્ર્મ યોજયો

અંબાજીઃ જન્માષ્ટમીના પર્વની ઉજવણી રાજ્ય ને દેશ ભરમાં થઈ રહી છે, ત્યારે અંબાજી ખાતે પણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામા આવી છે. તેને લઇ અંબાજીમાં ઠેક-ઠેકાણે લોકો દ્વારા દહીં હાંડી બાંધીને ગોવાળિયાઓ ફોડી જન્માષ્ટમીના પાવન પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

            આજે સમગ્ર દેશમાં ભગવાન શ્રી ક્રુષ્ણ ના અવતરણનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. તેમ જ અંબાજીમાં 35 જેટલા ગોવિંદાઓ દ્વારા ત્રણ થી ચાર માળ ના 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી હતી. શહેરની 101 જેટલી દહીં હાંડી ફોડી આજ નાં પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જોકે આ શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવશે. તેમ જ આ શોભાયાત્રા બાદ રાત્રી દરમ્યાન ગબ્બર વાળી પાસે નાં ચોક માં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવા માં આવશે. આજે શોભાયાત્રા દરમિયાન અનેક લોકો જોડાયા હતા અને સાથે સુકામેવાનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યા હતું. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow