સાઉથ મુંબઇમાં બાજુના ઘર પર એક કમ્પાઉન્ડ વોલ ધરાશાયી : બે જણના મોત એક ઘાયલ

મુંબઈ : સાઉથ મુંબઈના ચર્નિરોડ (ઇસ્ટ)માં કાલબાદેવીમાં ફણસવાડી, દાદીશેઠ અગ્યારી લેનના ગાંધી બિલ્ડીંગનું એક મકાન ધરાશાયી થવાની ઘટનામાં બેના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. મુંબઈ મહાપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, સોમવારે બપોરે લગભગ 2.38 વાગ્યે બાજુના ઘર પર એક કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ હતી.

મહાપાલિકાના અધિકારીઓએ ઉમેર્યું હતું કે કમ્પાઉન્ડ વોલ, આશરે પાંચથી સાત ફૂટ ઊંચી અને 30 ફૂટ લાંબી, જે પડોશીના ઘર પર પડી હતી, તેને નોંધપાત્ર નુકસાન થયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડ (એમએફબી) એ ઝડપથી શોધ અને બચાવ કામગીરી શરૂ કરી, કાટમાળ નીચે ફસાયેલાને શોધવા માટે અત્યાધુનિક બચાવ સાધનોનો ઉપયોગ કર્યો. એમએફબીએ સાવચેતીના ભાગ રૂપે વિસ્તાર બંધ કરી દીધો હતો.

સી વોર્ડના જુનિયર એન્જિનિયરના નિવેદન અનુસાર, નજીકમાં કામ કરતા કામદારો ઘાયલ થયા હોવાની સંભાવના છે. એમએફબી, પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને વોર્ડના કર્મચારીઓ સહિતના ઘટનાસ્થળે પહોચ્યા હતા.

બે જણના સારવાર પહેલા જ મોત

જીટી હૉસ્પિટલના આરએમઓ ડૉ. વૈભવે જણાવ્યું હતું કે, ત્રણ લોકો ધરાશાયી થયા હતા. વિનય કુમાર નિષાદ(30) અને રામચંદ્ર સહાની (30), સારવારમાં ખસેડયા એ પહેલા જ મૃત્યુ પામ્યા હતા. ત્રીજા વ્યક્તિ, ન્ની કનોજિયા(19)ને હોસ્પિટલમાં દાખલ કરાયો, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow