મુંબઈ 12/01/2026 :
મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુબીટીના ઉમેદવારો વચ્ચે ટક્કર છે. અહીં નવી મતદાર યાદી અનુસાર આશરે 52975 મતદારો નોંધાયેલા છે.  

વર્ષ 2012ની મહાપાલિકાની ચૂ઼ંટણીમાં વોર્ડ 31માં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના પરમિન્દર સિંહ ભામરા તેમના હરીફ ઉમેદવાર કરતા થોડા મતોના અંતરથી બાજી મારી ગયા હતા. ફરીથી આગામી 15 જાન્યુઆરીની ચૂંટણીમાં પણ અહી પરમિન્દર સિંહ ભામરા સામે તેમના હરીફ ઉમેદવારો સાથે ત્રિપાંખિયા જંગ છે. એથી રાજકીય પંડિતો ફરીથી ઈતિહાસનું પુનરાર્વતન જોઈ રહ્યા છે. 

આગામી ચૂંટણીમાં જે ઉમેદવારને વોર્ડ 31માં હરાવ્યો હતો તે જ હવે અહી વોર્ડ 47માં તેમની સાથે મેદાનમાં છે, એટલે અહીં મતદારોમાં પરમિન્દર સિંહ ભામરાને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે, વળી અહીં કોંગ્રેસના વિધાનસભ્ય અસ્લમ શેખની કામગીરીને કારણે મતદારો ભામરાને પસંદ કરી રહ્યા છે. વિશાલ નગરથી વ્હીસ્પરિંગ હાઇટ સુધી પોઇસર નદી સુધી ગોરેગાંવ લિંક રોડને જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ બનાવવામાં આવશે. વિશાલ નગરથી વ્હીસ્પરિંગ હાઇટ સુધી પોઇસુર નદી સુધી ગોરેગાંવ લિંક રોડને જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ બનાવવામાં આવશે.  લિંક રોડ ટ્રાફિકને પાછળના ડીપી રોડ પર ખસેડવામાં આવશે, કોસ્ટલ રોડની પ્રગતિ ખૂબ જ ઝડપી હશે, મિત્તલ કોલેજ ખાતે સુંદરલેન માર્વે રોડ જંકશન પર બોટલ નેક સાફ કરવામાં આવશે, લિબર્ટી ગાર્ડન મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ અને કોળી સમાજ હોલ ખાતે ટ્રાફિક સિગ્નલ, ઇન્ફિનિટીથી માલવની કાચા રસ્તા પુલનું કામ જેવા જરૂરી કામ કરવા માટે ભામરા કટ્ટીબધ્ધ છે.

આ વોર્ડમાં ફૂટપાથ સમતળ નથી, તેમ જ હોકર્સ મુક્ત રસ્તો, સ્લમ વિસ્તારમાં સ્વચ્છ પાણી, આધુનિક ટોયલેટ સીસીટીવી કેમેરા લગાવવા અને રસ્તાઓ સહિતના અનેક પાયાના કામો હજુ પણ પેન્ડિંગ છે, જ્યારે પરમિન્દર સિંહ ભામરાએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક બાંધકોમાં ર્ક્યાં છે, જેમાં મલાડ-વેસ્ટમા નરશી લેન, ભાદ્રણ નગર અને માર્વે રોડ પર ત્રણ જૈન દેરાસર, બાલસિંગ ચોલ, ભગવાન મહાવીર રોઝ ગાર્ડન, મરીયમન ચોક બનાવડાવ્યા. હવે પોઈસર નદી પર જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ, લિંક રોડનો ટ્રાફિક ડીપી રોડ તરફ વાળવો, કોસ્ટલ રોડની ઝડપી પ્રગતિ, સુંદરલેન માર્વે રોડ જંકશન અને મિત્તલ કોલેજનો બોટલનેક, ઈન્ફિટીથી માલવણી પુલનું કામ ઝડપી બનાવવા સહિતના પડકારો છે.