મુંબઈના માટુંગામાં જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ દરમિયાન બે જૂથો વચ્ચે બબાલ : પોલીસ સ્ટેશનની બહાર જૈન સમાજના 500થી વધુ ભાઈ-બહેનો ફરિયાદ નોધવવા પહોચ્યા

જય શાહ
મુંબઈ: મુંબઈના માટુંગા સેન્ટ્રલમાં જૈન સમાજના બે જૂથો વચ્ચે રવિવારે રાતે પર્યુષણ પર્વના બીજા દિવસે ઉપાશ્રયમાં પ્રતિક્રમણાના સમયે વાસુપૂજ્ય જૈન સંઘના પ્રમુખ પર જૂની અદાવતે 7 થી 8 જણે હુમલો કરતા અહિસંક ગણાતા સમાજમાં હાહાકાર મચી ગયો હતો. આ મામલે માંટુગા પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી 500થી વધુ જૈન ભાઈ- બહેનો એકઠા થયા હતા. પોલીસ આ મામલે ફરિયાદ નોધાવવાની તજવીજ ધરી હોવાનું સંઘના આગેવાને જણાવ્યું હતું.
જૈન સમાજના માટુંગા-સેન્ટ્રલના આગેવાનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક વષોથી જૈન સમાજમાં સાધુ મહારાજના બે જૂથો એક તીથી અને બે તીથીનો વિવાદ શરૂ છે, અને આ મામલો મુંબઈની કોર્ટમાં પહચ્યો છે, પરંતુ ફરીથી આ મામલે કેટલાક જૈન પુરૂષો અચાનક સાંજે પ્રતિક્રમણના સમયે માટુંગાના ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા પહોચ્યા હતા, આ આવી ચડેલા જૂથને કોઈ સતત ટેલીફોનિક માર્ગ દર્શન આપી રહ્યો હોવાનું નજરેજોનાર જૈન સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું. એ પછી તેઓએ વાસુપૂજ્ય જૈન સંઘના પ્રમુખને લાફો મારી દીધો હતો, એથી આ મામલો બિચક્યો હતો, છેવટે પોલીસને જાણ કરાતા આ વિસ્તારના જૈન સમાજના 500 જેટલા ભાઈ બહેનો પોલીસ સ્ટશેને પહોચ્યા હતા. પોલીસે ઉપાશ્રયમાં આવેલા જૈન પુરૂષોને તાબે લીધા છે, અને માટુંગા પોલીસ સ્ટેશનના સીનીયર પોલીસ અધિકારી બંને પક્ષોની રજુઆત અને આરોપોના આધારે ફરિયાદ નોધવાની તજવીજ મોડી રાતે કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ પવિત્ર પર્વમાં પણ જૈનોના બે જુથ પોલીસ સ્ટશેન પહોચે એ જાણીને સમાજમાં હાહાકાર મચી ગયો છે.
What's Your Reaction?






