યોગી આદિત્યનાથનું જાહેરમાં આહ્વાન: મીરા ભાઈંદર વિધાનસભામાં નરેન્દ્ર મહેતાને સમર્થન આપવું જોઈએ

યોગી આદિત્યનાથનું જાહેરમાં આહ્વાન:  મીરા ભાઈંદર વિધાનસભામાં નરેન્દ્ર મહેતાને સમર્થન આપવું જોઈએ

ભાઈંદરઃ વિધાનસભાની ચુંટણી નિમિત્તે પ્રચાર કરવા મીરા ભાઈંદર વિધાનસભામાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મીરા-ભાઈંદરમાં આવ્યા હતા. એ વખતે તેમણે મીરા-ભાઈંદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર મહેતાને સમર્થન આપવાનું આહ્વાન કર્યું હતું. જનમેદનીને સંબંધોતાં તેમણે એમ પણ કહયું હતું કે મીરા ભાઈંદર વિધાનસભામાં વસતાં તમામ દેશ પ્રેમીઓ, ધર્મ પ્રેમીઓએ નરેન્દ્ર મહેતાને સમર્થન આપવું જોઈએ.

મીરા-ભાયંદર શહેરમાં આયોજન કરવામાં આવેલી યોગી આદિત્યનાથની ભવ્ય સભાના કાર્યક્રમમાં 30000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને જય શ્રી રામના નામની ગુંજ ગુંજી ઉઠી હતી. પ્રથમ વખત શહેરમાં આવેલા યોગીજીએ લોકો પ્રત્યે અપાર પ્રેમ દર્શાવ્યો હતો. તેમણે સભા વખતે એમ પણ કહ્યું હતું કે, મીરા-ભાઈંદરમાં બીજેપી ઉમેદવાર નરેન્દ્ર મહેતાને પુરી શક્તિથી વિજયી બનાવવાના છે. 

મીરા-ભાયંદર શહેરમાં કેટલાક લોકો મોદીજી અને યોગીજીના નામ પર વોટ માંગી રહ્યા છે. એથી નાગરિકોએ કોઈપણ પ્રકારના ભ્રમમાં આવવું નહીં એવી સ્પષ્ટ વાત પણ અહીં કરવામાં આવી છે. કારણ કે બીજેપીથી સત્તાવાર રીતે ફક્ત નરેન્દ્ર મહેતાને ઉમેદવારી આપવામાં આવી હોવાથી તેઓ જ સત્તાવાર ઉમેદવાર છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow