ર્ભાઈંદર: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક વિધાનસભા ક્ષેત્રમાં વિવિધ રાજકીય પક્ષની મતો મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. એવા સમયે મીરા-ભાઈંદર વિધાન સભાના બીજેપી ઉમેદવાર નરેન્દ્ર મહેતાને અનેક જૈન સંઘો, સંસ્થાઓ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
સમર્થન જાહેર કરતાં પત્રો પણ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. મીરા-ભાઈંદરમાં મોટી સંખ્યામાં જૈન, મારવાડી જનવસ્તી વસે છે. બીજેપીના ઉમેદવાર નરેન્દ્ર મહેતા પણ જૈન મારવાડી સમાજથી છે. આ વિધાન સભાની ચુંટણી વખતે મોટી સંખ્યામાં મીરા-ભાઈંદરના જૈન સંઘો, જૈન મંડળો અને અનેક ગુજરાતી સમાજે પણ સમર્થન જાહેર કર્યું છે. વિવિધ સમાજે સમાધાન જાહેર કર્યું હોવાથી બીજેપીના ઉમેદવાર નરેન્દ્ર મહેતા વિજય માર્ગે જાય એવા એંધાણ વર્તાઈ રહ્યાં છે

Previous
Article