ફુડીઝનો મુડ બનાવવા કામત્સ લેગેસીની દક્ષિણ ભારતીય વાનગીઓ મીરોરોડમાં ઉપલબધ
મીરારોડના નહેરૂનગરમાં દક્ષિણ ભારતીય વાનગીઓ માટે પ્રખ્યાત કામત્સ લેગેસી એ હવે રામદેવ રીતુ હાઈટ્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં નવું આઉટલેટ શરૂ કર્યું છે. જેના કારણે દહિસર, મીરા-ભાયંદર, અને વસઈ-વિરારના ફુડ શોખીનો માટે નવું રેસ્ટોરન્ટ મહેમાનોને પ્રામાણિક સ્વાદ, આધુનિક માહોલ અને સસ્ટેનેબલ ડાઈનિંગનો અનુભવ કરાવે છે. ઉલ્લેખનિય છે કે, કામત્સ લેગત્સી સાઉથ મુંબઈમાં નરીમાન પોઈન્ટ, વેર્સ્ટન સર્બબમાં મલાડ-વેસ્ટ અને નવી મુંબઈના વાશીમાં કાર્યરત છે, અને તેની લોકપ્રિયાતા અને સફળતા બાદ હવે ફુડીઝનો મુડ બનાવવા અને આરોગ્યપ્રદ વાનગીઓ માટે મીરારોડમાં નવું સોપાન શરૂ કરાયું છે. લોન્ચ પર બોલતા, કામત્સ લેગસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ કામતે જણાવ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે હેલ્થ ટીપ્સ આપી હતી. તેમણે મીઠું, ખાંડ અને તેલના સંયમિત ઉપયોગ પર ભાર મૂક્યો. મોદીજીનું કહેવું છે કે, આ ત્રણેય વસ્તુઓનું અતિરેક સેવન અનેક બીમારીઓનું કારણ બની શકે છે, તેથી સંતુલિત આહાર રાખવો જરૂરી છે. એથી અમે આ અભિગમને અમારા અમારા ફુડઝ મેનુમાં અપનાવ્યો છે, અમે વાનગીઓ અમારા ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ઓરીજનલ ટેસ્ટમાં મળી રહે તેવા આશય સાથે અમારા નવા આઉટલેટ શરૂ કરીને અમે પરિવારોને દક્ષિણ ભારતીય ભોજનની નજીક લાવવાનો હેતુ રાખીએ છીએ.
વળી આપણી સંસ્કુતી અને આર્યુવેદ નિષ્ણાતોના અભિપ્રાય મુજબ કેળાના પાન પર ભોજન પીરસી રહ્યા છીએ, આ પગલું ભારતની પરંપરાંગત પ્રાદેશિક વાનગીઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં છે. કામત્સ લેગસીના વાઈસ પ્રેસીડન્ટ ઓપરેશશન પંકજ દેવકરે જણાવ્યું કે, મીરા રોડ એક નવો અને ઉભરતો વિસ્તાર છે, અને અમને કામત્સ લેગસીની શુદ્ધતા, પરંપરા અને સ્વાદ જાળવી રાખીને આ વિસ્તારના લોકોને સેવા આપવાની તક મળી તેનો આનંદ છે. અમે વાનગીમાં આરોગ્ય કોલ્ડ-પ્રેસ્ડ મગફળીના તેલનો સયંમિત ઉપયોગ કરીએ છીએ. 15 જુલાઈએ લોન્ચના પ્રસંગે 300થી વધુ બાળકો અને તેમના વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે નવા કિડ્સ મેન્યુનો આનંદ માણ્યો. આ મેન્યુમાં મિની ચીઝ બાઇટ્સ, ઉલટા-પુલટા ઢોસા, સાઉથીઝા અને ઓલ-ઇન-વન કિડ્સ કોમ્બો જેવા હેલ્ધી વિકલ્પો છે. અમારું નવું કિડ્સ મેનુ તમામ ઉંમરના મહેમાનોને મનોરંજક અને સ્વાદિષ્ટ અનુભવ પ્રદાન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. પુનાની સ્વાદપ્રીય જનતા માટે ટુંક સમયમાં નવું સોપાન શરૂ કરશું કામત્સ લેગસીના ડાયરેકટર ડો. વીધી કામતે મીરારોડમાં રેસ્ટોરન્ટના ઉદ્ધાટન પ્રસંગે જણાવ્યું કે, આ વિસ્તરણ કંપનીની યોજનાનો એક ભાગ છે જે શુદ્ધતા, અધિકૃતતા અને નવીનતા જાળવી રાખીને વર્ષો જૂના દક્ષિણ ભારતીય ટેસ્ટને સ્વાદપ્રિય જનતાની નજીક લાવે છે. નવી રેસ્ટોરન્ટ તેના મહેમાનોને ખુશનુમાં અને શુદ્ધ વાતાવરણમાં એક અજોડ ભોજનનો અનુભવ પ્રદાન કરે છે. અમે આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પુના શહેરમાં અમારુ નવું રેસ્ટોરન્ટનું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ.
What's Your Reaction?






