મીરા રોડમાં એક બાળક પર શ્વાનનો જીવલેણ હુમલો: બાળક લોહીલુહાણ થઈ જતાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલ પહોંચ્યો

ભાયંદરઃમીરા રોડ ખાતે એક બાળક પર શ્વાન દ્વારા જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.આ હુમલામાં બાળકના માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં તે ખાનગીહોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના બાદ શ્વાનના આતંકથી લોકોમાં ગભરાહટફેલાયેલી છે.શ્વાનના હુમલામાં ઘાયલ થયેલો આઠ વર્ષનો દક્ષ રાવત મીરા રોડમાં પરિવારસાથે છે. આ ઘટના સોમવારે રાતે 9 વાગ્યાની આસપાસ મીરા રોડના પૂનમ સાગરવિસ્તારમાં બની હતી. દક્ષ રાતે તેના મિત્રો સાથે આ પરીસરમાં રમી રહ્યો હતો. એવખતે એક ભટકતો શ્વાન તેના પાછળ લાગ્યો હતો.
તેણે પ્રતિકાર કરતાં જ રખડતાશ્વાને તેના મોઢા અને માથા પર કરડી ગયો હતો. એથી બાળકે બૂમાબૂમ કરી મૂકીહોવાથી તેનો છુટકો થયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો બાળકના શરીરમાંથી લોહી વહેવાલાગ્યું હતું. થોડા વખતમાં આખા પરીસરમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. આ પરીસરમાં રહેતાં રશ્મી જણાવ્યું હતું કે, ‘આ રીતે શ્વાન હુમલા કરતાંહોવાથી બાળકોને રમવા નીચે મોકલતાં ડર લાગતો હોય છે. પરંતુ, એના કારણે બાળકોખુલ્લી જગ્યામાં રમી શકતાં નથી. આખો દિવસ ઘરમાં કંટાળી જતાં હોય છે. અમેમહિલાઓ શાકભાજી લેવા જઈએ ત્યાં પણ શ્વાન પાછળ હોવાથી ભય લાગતો હોય છે. એથી આ માટે તાત્કાલિક ઉપાય યોજના કરવી જરૂરી છે.’દરરોજ સરેરાશ 40 લોકોને શ્વાન કરડે છે..મીરા-ભાયંદરમાં રખડતા શ્વાનનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. અહીં અંદાજે 30હજાર જેટલા રખડતા શ્વાન છે અને તેઓ ટોળકી બનીને નાગરિકો પર હુમલો કરી રહ્યાછે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં 12 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાનું નોંધાયું છે. તે મુજબ મીરા-ભાયંદરમાં દરરોજ 40 લોકોને શ્વાન કરડે છે અને મહાનગરપાલિકાની ઉપાય યોજના કાગજ પર હોવાનો આરોપ નાગરિકો દ્વારાકરવામાં આવી રહયો છે.
What's Your Reaction?






