પાછલા ૧૦ વર્ષમાં ૪૪,૬૮૨ રેલવે દુર્ઘટનાઓમાં મોત, ૧૩,૯૪૦ મૃતદેહ હજુ પણ બિનવારસદાર

પાછલા ૧૦ વર્ષમાં ૪૪,૬૮૨ રેલવે દુર્ઘટનાઓમાં મોત, ૧૩,૯૪૦ મૃતદેહ હજુ પણ બિનવારસદાર

વિશેષ પ્રતિનિધિ, મુંબઈ | ૨૩ જૂન, ૨૦૨૫ : પશ્ચિમ અને મધ્ય રેલવેના ઉપનગરિય ટ્રેન માર્ગો પર ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન કુલ ૪૪,૬૮૨ વ્યક્તિઓનું મૃત્યુ રેલવે દુર્ઘટનાઓમાં થયું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ૧૩,૯૪૦ મૃતદેહ હજુ પણ અજાણ્યા અને બિનવારસદાર તરીકે જ નોંધાયા છે.

સામાજિક કાર્યકર ડૉ. સંતોષ મહેતા દ્વારા RTI દ્વારા મેળવેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેમાં ૮,૪૧૬ અને મધ્ય રેલવેમાં ૫,૫૨૪ મૃતદેહોની ઓળખ આજે સુધી થઈ શકી નથી.

દરરોજ લાખો મુસાફરો લોકલ ટ્રેનો દ્વારા મુસાફરી કરે છે. ટ્રેક ક્રોસ કરતી વખતે, ટ્રેનમાંથી પડી જવાથી, આત્મહત્યા કે કુદરતી કારણોસર અનેક મોત થાય છે. જો લાશ સાથે ઓળખ પત્ર કે મોબાઈલ હોય તો ઓળખ થવા માટે પ્રયત્ન થાય છે. અન્યથા લાશને ૧૦ દિવસ સુધી મુદત આપી રાખવામાં આવે છે, ત્યારબાદ ડીએનએ સેમ્પલ લઈને અંતિમ વિધિ કરવામાં આવે છે.

સમીર ઝવેરી દ્વારા દાખલ જનહિત અરજી બાદ "શોધ" નામની વેબસાઇટ ૨૦૧૨માં શરૂ કરવામાં આવી હતી, જેનાથી બિનવારસદાર લાશની ઓળખ કરી શકાય. પરંતુ ડૉ. મહેતા જણાવે છે કે પોર્ટલ અસરકારક નથી અને વારસદારો સુધી યોગ્ય માહિતી પહોંચતી નથી.

રેલવે પોલીસ મુજબ, નશાખોરો, ભિક્ષુકો જેવી વ્યક્તિઓની ઓળખ કરવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે.

2014 થી 2024 સુધીના આંકડા

  • કુલ મોત: 44,682

    • પશ્ચિમ રેલવે: 25,846

    • મધ્ય રેલવે: 18,836

  • અજાણ્યા મૃતદેહ: 13,940

    • પશ્ચિમ રેલવે: 8,416

    • મધ્ય રેલવે: 5,524

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow