ભારતીય કોસ્ટ ગાર્ડ ગુજરાતમાં ખરાબ હવામાન માટે કરી તાડમાર તૈયારી : ઉત્તર ગુજરાત પર રચાયેલ ડીપ ડિપ્રેશનને પગલે અગમચેતીના પગલા લેવાયા
મુંબઈઃ ઉત્તર ગુજરાત પર રચાયેલ ડીપ ડિપ્રેશન આગામી 28-29 ઓગસ્ટની આસપાસ પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં ઉભરી આવવાની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યમાં અને પછી નજીકના દરિયાકાંઠા અને દરિયામાં પ્રતિકૂળ હવામાનનું કારણ બનશે.ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા નાવિક ખાસ કરીને માછીમારોની સુરક્ષા માટે સક્રિય અને નિવારક પગલાંની તડામાર તૈયારી કરી રહયું છે.
તમામ શૈક્ષણિક શાળાઓમાં રજા જાહેર કરાઈ..
ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતીને અનુલક્ષીને મંગળવારે રાજ્યની તમામ સરકારી, ખાનગી સહિત પ્રાથમિક શાળાઓમાં રજા જહેર કરાઈ.
ગુજરાતમાં ભારે વરસાદથી તંત્ર એલર્ટ મોડ પર..
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં, આપત્તિની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર સહિત NDRF ની ટીમો ખડેપગે, કોઝ-વે અને પાણી ઓવરટોપિંગ થતું હોય તેવા વિસ્તારમાં નાગરિકોને ન જવા કલેકટર આર. કે. મહેતાની અપીલ.
What's Your Reaction?






