મુંબઈ : મહારાષ્ટ્ર રાજ્ય વેપારી ક્રુતિ સમિતિ દ્વારા આપવામાં આવેલ બંધનું એલાન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. આ નિર્ણય સોમવારે મહારાષ્ટ્ર રાજ્યના ઉપ મુખ્યમંત્રી  દેવેન્દ્ર ફડણવીસ સાથે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા અને ધારાસભ્ય શ્રીમતી માધુરી મિસાલ  સાથેની બે કલાકની ફળદાયી બેઠક બાદ લેવાયો છે. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતેની  આ બેઠકમાં નાણા મંત્રાલય, APMC, GST, અને CGST વિભાગો અને બજાર સમિતિના સચિવોએ હાજરી આપી હતી.

નિલેશ વીરાએ The Journalists ને માહિતી આપી હતી કે, બેઠક દરમિયાન, મહારાષ્ટ્ર રાજ્ય વેપારી ક્રુતિ સમિતિએ APMC સેસ, સર્વિસ ચાર્જના મુદ્દાઓ, પુનઃવિકાસના મુદ્દાઓ અને કલમ 16(2) અને 16(2)(C), ઈ-વે સહિત વિવિધ GST સંબંધિત ચિંતાઓ જેવા ગંભીર મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવ્યા હતા. બીલ, વધારાની જગ્યાની સમસ્યાઓ, સ્ટોક ટ્રાન્સફરની સમસ્યાઓ અને વેચાણકર્તાઓ દ્વારા GST ક્રેડિટ રિવર્સલ માટે સ્વીકૃતિ પદ્ધતિની જરૂરિયાત.ફામના પ્રમુખ જિતેન્દ્ર શાહે પણ "એક દુકાન, એક લાયસન્સ" માટે એક વખતના રિન્યુઅલની હિમાયત કરી હતી, જેને  દેવેન્દ્ર ફડણવીસે હકારત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ ઉપરાંત આ બેઠકમાં વેપારીઓની તમામ ચિંતાઓ સાંભળી, અનેક મુદ્દાઓની તાકીદને સ્વીકારી અને વિગતવાર ચર્ચા કર્યા પછી 30 દિવસમાં આપણી ફરિયાદોના નિરાકરણ માટે સંયુક્ત સમિતિની રચના કરવાનો ફડણવીસે આદેશ આપ્યો છે.

આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને અમે બંધ પાછું ખેંચવાનો નિર્ણય લીધો

અમે પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું અને સમિતિના કાર્યની પ્રગતિ વિશે તમામ વેપારીઓને અપડેટ જણાવીશું. સમગ્ર વેપારી સમુદાયને લાભ થાય તેવા ઉકેલો શોધવાના પ્રયત્ન શરૂ રાખીશું. આ સકારાત્મક વિકાસને ધ્યાનમાં રાખીને, અમે તમામ વેપાર સંગઠનોને આવતીકાલ(27 ઓગષ્ટ્ર)નો બંધ પાછો ખેંચી લેવા વિનંતી કરીએ છીએ.

ગ્રોમાના આગેવાનોએ શું કહ્યું?

ગ્રોમાના આગેવાનોએ કહ્યું કે, અમે ફેડરેશન ઑફ એસોસિએશન ઑફ મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર રાજ્ય વેપારી ક્રુતિ સમિતિને તેમના અતૂટ સમર્થન માટે દરેક એસોસિએશન અને તેમના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ, અને મંગલ પ્રભાત લોઢા અને ધારાસભ્ય શ્રીમતી માધુરીતાઈ મિસાલના પ્રયાસોને પણ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારીએ છીએ. આ નિર્ણાયક મીટીંગ ગોઠવવામાં તેમના હસ્તક્ષેપ બદલ અને મુખ્યમંત્રી એકનાથ શિંદેજીના વલણની પ્રશંસા કરીએ છીએ, જેમણે અમને સૌહાર્દપૂર્ણ ઉકેલ શોધવાની ખાતરી આપી અને બંધ  પાછું ખેંચવાની વિનંતી કરી હતી.