નાયગાંવમાં બદલાપુરની ઘટનાનું પુનરાવર્તન થયું-7 વર્ષની બાળકી પર સ્કુલની કેન્ટીનમાં કામ કરનાર દ્વારા જાતીય અત્યાચાર

મુંબઈઃ બદલાપુરની એક સ્કૂલના સફાઈ કર્મચારીઓ દ્વારા બે સગીર બાળકીઓના જાતીય અત્યાચારનો મામલો તાજેતરમાં બન્યો છે, ત્યારે નાયગાંવમાં બદલાપુરની ઘટનાનું પુનરાવર્તન થયું હોવાનું બહાર આવ્યું છે. નાયગાંવમાં આવેલી એક સ્કૂલની કેન્ટીનમાં કામ કરતાં 16 વર્ષના સગીર છોકરાએ 7 વર્ષની બાળકી પર 4 થી 5 વખત જાતીય અત્યાચાર કર્યો હતી. આ કેસમાં નાયગાંવ પોલીસે સગીર આરોપીની બાળકની ધરપકડ કરી છે.
પીડિતા આ સ્કુલમાં બીજા ધોરણમાં ભણે છે. 22 ઓગસ્ટે તે સ્કૂલની કેન્ટીનમાં જવા તૈયાર ન હોતી. તેણે ટીચરને કહયું કે, કેન્ટીનમાં કામ કરતાં અંકલ મને હેરાન કરે છે. ટીચરે આ બાબત પ્રિન્સિપાલ મેલ્વિન સિક્વેરાને જણાવી હતી. તેમણે તરત જ બાળકીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી સ્કુલના પ્રાંગણમાં આવેલી કેન્ટીનમાં કામ કરતો 16 વર્ષીય સગીર જાતીય અત્યાચાર કરતો હતો. ઉલ્લેખનીય છે કે, એક વખત યુવતીએ તેના ઘરે પણ આ વાતની જાણ કરી હતી, પરંતુ તેઓએ તેને ગંભીરતાથી લીધી ન હોતી. પ્રિન્સિપાલ મેલ્વિન સિક્વેરાએ તાત્કાલિક આ વિશે નાયગાંવ પોલીસને જાણ કરી હતી. નાયગાંવ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર રમેશ ભામેએ જણાવ્યું કે, અમને આ કેસની માહિતી મળતાં જ અમે આરોપી સગીર બાળકને POCSO હેઠળ ધરપકડ કરી લીધી છે.
માતા-પિતા ફરિયાદ કરવા તૈયાર નહોવાથી પ્રિન્સિપાલે પોલીસને જાણ કરી..
આ સ્કુલમાં તિવારી નામનો એક વ્યક્તિ કેન્ટીન ચલાવે છે. સગીર વયનો આરોપી બે મહિના પહેલા જ ઉત્તર પ્રદેશથી અહીં કામ કરવા આવ્યો હતો. પોલીસે તપાસ માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) ફૂટેજ તાબામાં લીધા હતા. આ ઘટના અન્ય બાળકીઓ સાથે બની છે કે, એ વિશે પોલીસ તપાસ કરી રહી છે. યુવતીના માતા-પિતા ફરિયાદ કરવા તૈયાર ન હતા. પરંતુ, મુખ્ય શિક્ષક અને પ્રિન્સિપાલે આ વાત છુપાવી નહીં અને પોલીસને જાણ કરી હતી.
સ્કુલનું શું કહેવું છે?
અમારી સ્કુલમાં બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે. આ સ્કુલમાં 65 થી 70 CCTV કેમેરા છે. જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. જેથી અમે જાતે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પ્રિન્સિપાલ મેલ્વિન સિક્વેરાએ જણાવ્યું હતું.
What's Your Reaction?






