મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચરની કૌશલ્ય વિકાસ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સંદીપ ભંડારીની પસંદગી

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચરની કૌશલ્ય  વિકાસ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સંદીપ ભંડારીની પસંદગી
મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચરની કૌશલ્ય વિકાસ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સંદીપ ભંડારીની પસંદગી

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્ર રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા અને 98 વર્ષની પરંપરા ધરાવનારી મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સની કૌશલ્ય વિકાસ અને શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ પદે સંદીપ ભંડારી અને કો-ચેરમેન પદે પ્રો.મનોજ ચવ્હાણ અને વી.નામદેવની નિમણૂક કરવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ લલિત ગાંધીએ નવનિયુક્ત હોદ્દેદારોને નિમણુક પત્ર પણ સોંપ્યા હતા.  

ભારતીય જનતા પાર્ટી (BJP) જૈન સેલના પ્રદેશ પ્રમુખ સંદીપ ભંડારી છેલ્લા પંદર વર્ષથી મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સમાં સક્રિય છે અને અગાઉ રિયલ એસ્ટેટ કમિટીના કો-ચેરમેન, યુથ વિંગ કમિટીના ચેરમેન, ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર જેવા વિવિધ હોદ્દા પર રહી ચૂક્યા છે. આ વિશે સંદીપ ભંડારીએ જણાવ્યું હતું કે, લલિત ગાંધીના નેતૃત્વમાં મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લામાં ઈડસ્ટ્રિયલ મીટ અને રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઓક્ટોબર મહિનામાં નાસિક, પુણે, લાતુર, અકોલા અને અને થાણેમાં રોજગાર અને વેપાર ઉદ્યોજક સાહસિક મેળાઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ ઇન્ટર્નશિપ, બેચલર ઑફ વોકેશનલ એજ્યુકેશન જેવી વિવિધ તકો પૂરી પાડવામાં આવશે. આ તકો અશિક્ષિત, અર્ધ-શિક્ષિત અને કુશળ કામદારોને ઉચ્ચ શિક્ષણ અને રોજગારની તકો મેળવવા માટે સક્ષમ બનાવશે. ઈન્ટર્નશીપ અને એપ્રેન્ટીસશીપ દ્વારા અનુભવ અને ટેકનિકલ જ્ઞાન મેળવી શકાશે અને જેનાથી રોજગારીની તકો વધશે. આનાથી રાજ્યના યુવાનોને તેમની કુશળતા વિકસાવવામાં અને રોજગાર મેળવવામાં મદદ મળશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow