મહારાષ્ટ્રમાં વ્યાપારી સંગઠનોની સમસ્યાના વિરોધમાં મંગળવારે એક દિવસ બંધ

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી સમિતિના આહ્વાનને માન આપીને રાજ્યના 5 મોટા સંગઠનો તથા મહારાષ્ટ્રભરના વિવિધ વ્યાપારી સંગઠનો આગામી મંગળવારે એક દિવસ સ્વૈચ્છિક રીતે સજ્જડ બંધ પાળશે. નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બર ઇન્ટરનેશનલ મસાલા માર્કેટના ચેરમેન કિર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું કે, આપણી માર્કેટના ગ્રાહકો તે મજ આપણા સૌના વિવિધ વ્યાપારો તે મજ સપ્લાય ચેઈન તથા માર્કેટના અસ્તિત્વ બચાવવાનો સમય આવી ગયો છે, ઈન્ટરનેશનલ મસાલા માર્કેટનું નેતુત્વ કરતા વ્યાપારીઓનો નેતૃત્વ કરતા મુડીબજારના લીડર તથા એપીએમસી લાયસન્સ ધારક વ્યાપારીઓ ઉપર કથિત ગંભીર આરોપો કરી યેનકેન પ્રકરણે સિવિલ તથા ક્રિમિનલ કેસ ન્યાયાલયમાં કોઈપણ જાતના ઉકેલ ન કરતા એપીએમસી પ્રશાસન દ્વારા ચલાવી રહ્યા છે, આ પ્રકારના કથિત અવ્યહવારૂ આરોપો હેરાન પરેશાન કરવાના બેવડા ધોરણ અપનાવી રહ્યા છે, અને ન્યાયમાં અતિ વિલંબ કરી એપીએમસી માર્કેટિંગ પ્રશાસનને સમાનતાના ધોરણો અવગણીને મનમાંની કરતા રોકવા ચેતવણી રૂપે આંદોલન માટે તૈયાર રહેવા કિર્તિભાઈ રાણા એ હાકલ કરી છે, ભારતીય બંધારણ મુજબ દરેક વેપારીઓને સમાન કાયદા લાગુ કરવા જોઈએ પરંતુ એક દેશ, એક માર્કેટ, એક ટેક્સ, એક રાજ્ય, એક કાનૂન સમાનતાથી સંવિધાન મુજબ એક જ હોવા જોઈએ, પરંતુ તેના બદલે મહારાષ્ટ્ર સરકારના વિવિધ પ્રસાશન દ્વારા મોલ ઈ-કોમર્સ, મલ્ટીનેશનલ કંપની, ડાયરેક્ટ માર્કેટિંગને નિયમનોમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ એપીએમસી માર્કેટ અને વેપારીઓને આ કાયદાની સવલત કેમ નહીં? શા માટે યુઝર ચાર્જ સેલ્ફ મેન્ટેનન્સ સ્ક્વેર ફૂટ પર તથા સેલ્ફ રીડેવલોપમેન્ટની સમાનતાના ધોરણે મંજૂરી આપવામાં ઠાગાઠૈયા કરી અતિ વિલંબ થઈ રહ્યો છે. એથી ભારત સરકાર તથા પ્રશાસને મજૂરી આપવી જ પડશે. વેપારીઓના અનેક કાયદાઓમાં વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે 27 ઓગસ્ટના બંધમાં તમામ વેપારી સંગઠનો સામેલ થયા છે. આ બંધને સફળ બનાવવા શનિવારે નવી મુંબઈમાં ગ્રોમાં હાઉસમાં વ્યાપારી આગેવાનોની મીટીંગ મળી હતી અને એમાં બંધને સફળ બનાવવા માટે અને સમસ્યાઓના નિરાકરણ માટે એકીઅવાજે નિર્ણયો લેવામાં આવ્યા હતા.
What's Your Reaction?






