ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આરોગ્ય વિષયક સેવા – સુવિધાઓમાં નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે.બાળકોને આપવામાં આવતી રોગ પ્રતિરોધક રસીકરણમાં પણ ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તાજેતરમાં નિતી આયોગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ વર્ષ 2024 ના SDG લક્ષ્યાંકોમાં આરોગ્ય વિષયક સેવા અને સુવિધાઓમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે. તેમાં પણ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાત રાજયની ઉપલબ્ધિ 95.95 % છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે અને ગત વર્ષનાં SDG 88 % થી ખુબજ નોંધપાત્ર વધારો થયેલ છે.
આ સંદર્ભે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા એક અખબારી યાદી પ્રકાશિત કરીને “રોગપ્રતિરક્ષા રસીકરણમાં 90 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજયની છે તેમ જણાવીને ગુજરાત 21 ક્રમ સાથે છેવાડાનું રાજય” છે તેવો અહેવાલ હકીકતથી વિપરિત અને જુના સર્વે ડેટા આધારિત પ્રકાશિત કરીને ગુજરાતની જનતાને ભ્રમિત કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ખરેખર તેમની આ ઉપરોકત યાદીમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે- 5 , વર્ષ 2019-21 નાં ડેટાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જુનો સર્વે ડેટા છે . જેમાં ગુજરાત રાજયનું સંપૂર્ણ રસીકરણ કવરેજ મહદઅંશે સમગ્ર ભારત દેશનાં કવરેજ જેટલુ અને મોટા રાજયોની સરખામણીએ 13 માં સ્થાને છે.
નેશનલ ફેમીલી હેલ્થ સર્વે ડેટા સેટમાં સરખામણી મોટા રાજયોની કરવામાં આવે છે. વધુમાં, હાલમાં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-6 , વર્ષ 2023-24ની કામગીરી પ્રગતિમાં છે.
રાજયમાં રસીકરણ થી અટકાવી શકાય તેવા રોગો ખાસ કરીને ડીપ્થેરિયા, મેટેરનલ અને નીઓનેટલ ટીટેનસ માં રાજય સરકારનાં સઘન પ્રયાસોથી ખુબજ નોંધપાત્ર ઘટાડો નોંધાયેલ છે. વધુમાં, સઘન માતા અને બાળ આરોગ્ય સેવાઓ અને સગર્ભા માતાઓના રસીકરણ અને સંસ્થાકિય પ્રસુતિ થી મેટરનલ અને નીયોનેટલ ટીટેનસના કેસોની નાબુદી WHO દ્વારા 2009માં પ્રમાણિત કરવામાં આવેલ હતી . તાજેતરમાં જુન 2024 માં WHO દ્વારા ફરીથી પ્રમાણિત કરવામાં આવેલ છે તે સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમની સફળતા દર્શાવે છે.
રાજયમાં સંપૂર્ણ રસીકરણનો વ્યાપ વધારવા માટે વર્ષ 2023માં ઈન્ટેસીફાઈડ મિશન ઈન્દ્રધનુષ 5.0 અંતર્ગત રસીકરણ બાકી રહી ગયેલ હોય કે કોઈ છુટી ગયેલ હોય તેવા બાળકોને ઝુંબેશરૂપે આવરી લેવામાં આવ્યા છે. અને કુલ 78,458 બાળકોનું રસીકરણ કરવામાં આવેલ છે.
મિશન ઈન્દ્રધનુષ અંતર્ગત અત્યારસુધીમાં કુલ 9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભામાતાઓનું રસીકરણ કરવામાં આવેલ છે.
સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત કોઈપણ બાળક જીવનરક્ષક રસીથી વંચિત ન રહી જાય તેવી રાજય સરકારની નેમ છે તે જોતા દર વર્ષે શાળાઓ શરૂ થતા અને બાળવાટિકાઓમાં ડીપીટી બીજો બુસ્ટર અને TD(ટીટનસ અને ડીપ્થેરીયા) રસીકરણ અભિયાન યોજવામાં આવે છે.
સ્થળાંતરિત કરેલ અને બાંધકામ સાઇટ પર કામ કરતાં મજૂરોનાં બાળકો અને સગર્ભા મહિલાઓને, શ્રમ વિભાગ સાથે સંકલન કરી તેમના દ્વારા ચલાવવામાં આવતા ધન્વંતરિ રથ દ્વારા રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવી નવીન પહેલ દ્વારા ખાસ કરીને વાડી વિસ્તારો અને દૂર અંતરિયાળ જગ્યાઓએ વસેલા આદિવાસી લોકો માટે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
રોગપ્રતિકારક રસીકરણમાં ગુજરાત અગ્રેસર: SDG-2024 મુજબ સંપૂર્ણ રસીકરણમાં ગુજરાતની ઉપલબ્ધિ 95.95 %
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્...
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે, આંતરરાષ્ટ્રીય દર્શકો માટે રજૂ કરવામાં આવી...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષ...
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુંબ્રા થી ભિવંડી અને ભાંડુપ વિસ્તાર સુધી કાર્યરત છે...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો મા...
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. જ્યાં મહાનગરપાલિકાના ઉદ્યાન વિભાગે વસઈના એક સ્મશાન...
ત્રીજા માળના મકાનમાં ઘુસવા માટે બીજી પત્નીએ ઉપયોગ ...
ભાયંદર : પતિના મકાન પર કબજો મેળવવા માટે બીજી પત્ની શીતલે મીરા રોડ ખાતે ક્રેનની મદદથી સીધા ત્રીજા માળની...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
ભારતીય વડાપ્રધાન મોદી લાઓસમાં ચાર્લ્સ મિશેલ, માર્કોસ અને ક્લાઉસ સાથેની મુલાકાત
વિયંતિયાન લાઓસ :. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઓસની રાજધાની વિય...
કાપોદ્રામાં સગીર છોકરાની ક્રૂર હત્યા: ડ્રગ્સ માટે પૈસાનો ઇનકાર કરવા બદલ છરીના ઘા મારીને હત્યા, મહિલાઓએ વિરોધમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો
સુરત :...
વડોદરામાં ટ્યુશન ક્લાસના શિક્ષકે 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યા, પોલીસમાં ફરિયાદ
વડોદરા : વડોદરાના તરસાલી વિસ્તારમાં એક ...
Stay Connected
એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની ‘ગાંધી’ એ TIFF ના રેડ કાર્પેટ પર ભારતનું ગૌરવ વધાર્યું
મુંબઈ:ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ TIFF માં એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટની સિરીઝ ‘ગાંધી’, જેનું નિર્દેશન હંસલ મહેતાએ કર...
શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ દ્વારા ભવ્ય શૈક્ષણિક સન્માન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મુલુંડ, તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૫ રવિવાર: શ્રી કચ્છી રાજગોર ટ્રસ્ટ, મુળુંડ — જે વર્ષ ૧૯૮૫થી મુ...
વસઈ-વિરાર મનપાનું વિચિત્ર કૃત્ય: સ્મશાનમાં રમતો માટેના સાધનો લગાવાયા, નાગરિકોમાં રોષ
વસઈ-વિરાર : વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિયોજનનો અભાવ અને અસંવેદનશીલ સંચાલનનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. ...
Previous
Article