મુંબઈ: મોબાઈલ ફોનનું સિમ કાર્ડ કાઢવાના ચક્કરમાં શ્વસન નળીમાં એક મહિલાના ફેંફસાના ખૂણામાં પીન અટવાઈ ગઈ હતી. આ પીન તેણે પોતાના મોંઢામાં રાખી હતી. ડેરવણની વાલાવલકર હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા આ મહિલા પર સફળ સર્જરી કરાયને પીનને બહાર કાઢી હતી.  

રત્નાગીરીની 23 વર્ષની એક મહિલાએ મોબાઈલનું સિમ બદલતી વખતે સિમ કાર્ડ ચેન્જ પિન મોઢામાં રાખી હતી. આ મહિલાએ ભૂલથી સીમ કાર્ડની પીન ગળી ગઈ હતી. તે સમયે તેને શ્વાસ લેવામાં કે ગળવામાં કોઈ તકલીફ ન હોતી. એથી તે 20 મી ઓગસ્ટના રોજ ડૉક્ટર પાસે ગયા વગર ઘરે જ રહી હતી. પરંતુ, બીજા દિવસે સવારે તેને દુખાવો થવા લાગતાં મહિલાએ ડૉક્ટરની મુલાકાત લીધી હતી. ડૉક્ટરે મહિલાની એસોફેગોસ્કોપી કરી પરંતુ તેઓને પિન દેખાતી ન હોતી. તેમને છાતીનો એક્સ-રે અને સીટી સ્કેન કર્યું હતું. તેમાં તેમને જમણી શ્વાસનળીમાં એક પિન જોવા મળી હતી. એથી ડૉ. ગણડેકરે તરત જ મહિલાને વાલાવલકર હોસ્પિટલમાં જવાનું કહયું હતું. વાલવલકર હોસ્પિટલમાં આવતાની સાથે જ મહિલાને ઈ. એન. ટી સર્જન ડૉ. રાજીવ કેણીએ તપાસ કરી તાત્કાલિક ઓપરેશન કરીને શ્વાસનળીમાંથી સીમકાર્ડની પીન કાઢી નાખવાની સલાહ આપી હતી. એથી ડૉ. રાજીવ કેનીએ તરત જ પ્રાથમિક તપાસ અને ઓપરેશનની તૈયારીઓ હાથ કરીને મહિલાના જમણા ફેંફસાના શ્વાસનળીમાં ફસાયેલી સિમ કાર્ડ પિનને દૂર કરવા માટે કુશળતાપૂર્વક બ્રોન્કોસ્કોપી કરી હતી. આ અત્યંત મુશ્કેલ સર્જરી સરળતાથી થઈ હોવાથી દર્દીના સંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. બ્રોન્કોસ્કોપી એક મુશ્કેલ સર્જરી છે જેમાં દર્દીના જીવનું પણ જોખમ હોય છે પરંતુ મેડિકલ ટીમે સફળતા મેળવી હતી.