રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે, 20 ઓક્ટોબર સુધી રક્ષિત સ્મારકોના ચિત્ર પ્રદર્શનનું આયોજન

રાજકોટ/અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં વોટસન મ્યુઝિયમ અને પુરાતત્વ કચેરી, પશ્ચિમ વર્તુળના સંયુકત ઉપક્રમે 20 ઓક્ટોબર દરમિયાન વોટસન મ્યુઝિયમ ખાતે "Monument Protection For Next Generation" શીર્ષક હેઠળ સૌરાષ્ટ્રના વરિષ્ઠ ચિત્રકારોના ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસારૂપ સ્થાપત્યોના સંરક્ષણ માટે લોકજાગૃતિ અને વિકાસ કાર્યોને લોકાભિમુખ કરવાના હેતુસર આ આયોજન કરાયું છે. આ પ્રસંગે મુલાકાતી સમુહને સાંજે 4 કલાકે રાજય રક્ષિત સ્મારક "ઘુમલી"નો શોર્ટ વિડિયો શો દર્શાવવામાં આવે છે. મ્યુઝિયમ દર બુધવારે બંધ રહેશે. ત્યારે રાજકોટની પ્રજાને આ પ્રદર્શન નિહાળવા આમંત્રણ અપાયું છે.
What's Your Reaction?






