કોઈ પણ રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી નથી- બોમ્બે હાઇકોર્ટ

બદલાપુરની એક શાળામાં સગીર છોકરીઓના જાતિય અત્યાચાર સહિત રાજ્યમાં મહિલા અત્યાચારની ઘટનાઓના વિરોધમાં વિરોધ પક્ષોએ 24 ઓગષ્ટ્રે મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. દરમિયાન, વકીલ ગુણરત્ન સદાવર્તે અને અન્યોએ પ્રતિબંધ વિરુદ્ધ મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે તાકીદની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તેના આદેશમાં સ્પષ્ટ્ર કહ્યું છે કે, કોઈ પણ રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી નથી,. જો કોઈ આવું કરવાનો પ્રયાસ કરે તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવો મુંબઈ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે. એડવોકેટ સુભાષ ઝાએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે, આ બંધને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થશે. સામાન્ય લોકોને તકલીફ પડશે. પ્રતિબંધ વિરુદ્ધ અરજદારોએ હાઈકોર્ટમાં મહત્વનો દાવો કર્યો છે કે રાજકીય પક્ષો દ્વારા બોલાવવામાં આવેલા બંધને ગેરબંધારણીય જાહેર કરવાનો અધિકાર હાઈકોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના સંદર્ભમાં દલીલો કરાઇ હતી. રાજ્યમાં વિરોધ પક્ષે શનિવારે બંધનો કાર્યક્રમ જાહેર કર્યો છે. લોકલ ટ્રેન, બસ સેવા, રસ્તાઓ કેવી રીતે બંધ કરવા તેનું આયોજન કરવામાં આવ્યું છે. વિરોધ કરવાની આ રીત રાજ્યના હિતમાં નથી. જેના કારણે શાળા, કોલેજો, હોસ્પિટલોને ભારે ફટકો પડશે. તેમજ રાજ્યની એક દિવસની આવકનુ નુકશાન જશે.
રાજ્ય સરકારે એસઆઈની સ્થાપના કરી છે, તો આ બંધ શા માટે?
અરજદારો વતી ડો.ગુણરત્ન સદાવર્તે પણ દલીલ કરી રહ્યા છે. ગુણરત્ન સદાવર્તે કોર્ટમાં પ્રતિબંધ વિરુદ્ધ આક્રમક દલીલ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સરકારે દોષિત પોલીસ સામે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરી છે. તો આ બંધ શા માટે? બદલાપુર સ્ટેશન પર પથ્થરમારાની ઘટનાની તસવીરો સદાવર્તે દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આવા પથ્થરબાજીને કેવી રીતે ટેકો આપવો? એવો પ્રશ્ન સદાવર્તે કર્યો છે.
What's Your Reaction?






