નોંધાવો તમારી ફરિયાદ: પોલીસ સ્ટેશનમાં થયેલો અનુભવ 'ક્યુઆર કોડ' દ્વારા નોંધાવો

વિરાર: પોલીસ મથકમાં નાગરિકોને ઘણીવાર સારા કે ખરાબ અનુભવો થતા હોય છે. અનેક વખત સામાન્ય નાગરિકોની ફરિયાદો પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવતું નથી. આ અનુભવ હવે સીધો સિનિયર પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડી શકાય છે. આ માટે પોલીસ મથકમાં 'ક્યુઆર કોડ' લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય નાગરિકો આ ક્યુઆર કોડ દ્વારા તેમના અનુભવ, ફરિયાદો અને સૂચનો વરિષ્ઠો સુધી પહોંચાડી શકશે.
સામાન્ય નાગરિકો વિવિધ ફરિયાદો લઈને પોલીસ સ્ટેશને જાય છે. પરંતુ તેમને પોલીસ સ્ટેશનનો સારો અનુભવ નથી. ઘણીવાર પોલીસકર્મીઓ અસભ્ય હોય છે અને ઘણી વખત નાના-નાના કામ માટે પણ વારંવાર આવવું પડે છે. જેના કારણે સામાન્ય નાગરિકોના મનમાં પોલીસ વિશે ગેરસમજ ઉભી થાય છે અને પોલીસ દળની છબી ખરડાય છે. આ માટે પોલીસ કમિશનર મધુકર પાંડેએ પોલીસ મથકમાં નાગરિકોના અનુભવો જાણવાનું નક્કી કર્યું હતું. એથી પોલીસ સ્ટેશનમાં ક્યુઆર કોડની પહેલ શરૂ કરવામાં આવી છે. આ ક્યુઆર કોડ દ્વારા, પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા નાગરિકો સંબંધિત પોલીસ સ્ટેશનને રેટ કરી શકશે અને તેમના અનુભવના પ્રતિભાવો તરત જ નોંધી શકશે. આ સિવાય પણ કેટલાક ફેરફારો કે સૂચનો કરી શકાય છે. તેથી હવેથી પોલીસ અને નાગરિકો વચ્ચેનો સંવાદ વધુ અસરકારક બનશે તેવો વિશ્વાસ પોલીસ કમિશનરે વ્યક્ત કર્યો છે. આવી સુવિધા ઘણી વખત ખાનગી કાર્યલયોમાં ઉપલબ્ધ હોય છે જ્યાં નાગરિકો તેમના અનુભવની નોંધણી કરી શકે છે, પરંતુ હવે પોલીસ સ્ટેશનમાં આ પહેલ શરૂ થતાં નાગરિકો તેમના અનુભવો સરળતાથી નોંધી શકશે. QR કોડ દ્વારા તે જ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી શકાય છે.
તમારો અનુભવ કેવી રીતે રેકોર્ડ કરવો?
આ પહેલ હેઠળ, દરેક પોલીસ સ્ટેશનના આગળના ભાગમાં એક ક્યુઆર કોડ બેઝ સ્ટેન્ડ મૂકવામાં આવશે. મોબાઈલમાં સ્કેનરની મદદથી આ QR કોડને સ્કેન કર્યા બાદ મોબાઈલ પર એક પ્રશ્નાવલી દેખાશે. જેમાં નાગરિકો પોતાનું નામ અને સંપર્ક નંબર નોંધાવે છે, પોલીસ સ્ટેશનમાં શું કામ છે? કયા અધિકારીઓને મળ્યા? શું તેઓએ સહકાર આપ્યો, શું કામ પૂર્ણ થયું? આ પ્રકારના પ્રશ્નો થકી પોલીસ સ્ટેશનની સ્વચ્છતા તુરંત નોંધી શકાય છે. પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જવાબ આપવો પડશે કે એક નાગરિક વારંવાર પોલીસ સ્ટેશને કેમ જાય છે, તેની કામગીરી કેમ કરવામાં આવતી નથી.
What's Your Reaction?






