એક સર્વે અનુસાર સરકારના વકફ સુધારા બિલને દેશમાં વ્યાપક જન સમર્થન: લધુમતી ગણાતો જૈન સમાજ પણ સુધારાની તરફેણમાં આગળ આવ્યો

જય શાહ
મુંબઈ: ભારતમાં હાલમાં સૌથી વધુ ચર્ચીત વક્ફ (સુધારા) બિલ, 2024ની સાથોસાથ હાલના વક્ફ કાયદા અને સુચિત સુધારા બીલના લાભાલાભની ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. એક અહેવાલ અનુસાર, દેશના 388 જિલ્લાઓમાં સર્વેક્ષણમાં સૂચિત વક્ફ (સુધારા) બિલ, 2024 માટે જબરજસ્ત સમર્થન દર્શાવવામાં આવ્યું છે, જેમાં સેમ્પલ સર્વેમાં 10 માંથી નવ લોકો સુધારાની તરફેણમાં બોલ્યા છે. એક અહેવાલ મુજબ, સર્વેક્ષણના ભાગ રૂપે, લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ વક્ફ બોર્ડની કામગીરીમાં પારદર્શિતા લાવે તેવા બિલને સમર્થન આપશે. જવાબમાં 91% લોકોનો હકારાત્મક જવાબ મળ્યો. દેશમાં હાલ લગભગ દરેક રાજ્યમાં વક્ફ સુધારા બિલની ચર્ચાઓ થઈ રહી છે.
આ વિષય પર ભારતમાં લધુમતી સમુદાય ગણાતો જૈન સમાજ પણ જાગુત બનીને સૂચિત બીલના સુધારાના સમર્થનમાં ઉર્તયો છે. જૈન સમાજની સાથે જૈન સાધુ ભંગવતો પણ વક્ફ (સુધારા) બિલ, 2024ને સમર્થન આપવા ઠેરઠરે અપીલ કરી રહ્યા છે. જૈન મહારાજની ચિતાઓ એ વાત પર છે કે, સમુદાયની મિલકતો પર કોઈ અન્ય ધર્મીઓ વક્ફ કાયદા દ્વારા હડપ ન કરી શકે તે માટે સતત ચિતિત ભાવે અપીલ કરી રહ્યા છે. આ માટે સમગ્ર હિદું સમાજની સાથે જૈન સમાજે પણ વક્ફ કાયદાની અમાપ સત્તાઓ સામે અવાજ ઉપાડ્યો છે.
મુંબઈમાં જૈન સંધો દ્વારા ઈ- મેઈલ ઝુંબેશ
દેશની સાથે મુંબઈમાં પણ કેટલાક જૈન સંધો દ્વારા વક્ફ (સુધારા) બિલ, 2024ને સમર્થન આપવા સમાજના લોકોને ઈ મેઈલ ઝુંબેશ શરૂ કરી હતી. આ કડીમાં મુંબઇના પ્રતીષ્ઠીત ગણાતા શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ દ્વારા વક્ફ બોર્ડને અમાપ સત્તા આપી ભારતના અન્ય ધર્મીઓ સાથે કરાયેલ અન્યાયનો વિરોધ દર્શાવવા અને વર્તમાન વક્ફ (સુધારા) ખરડો, 2024ને સમર્થન આપવા સંઘના દરેક ભાઈ બહેનોએ પોતાની ફરજના ભાગરૂપે દરેકે પોતાના મોબાઈલ દ્વારા ઈ- મેઈલ કરવા સંઘે વ્યવસ્થા કરેલ હતી એમ આગેવાન સમીર ઝવેરીએ જણાવ્યું હતું.
વકફ (સુધારા) ખરડો, 2024માં લગભગ 40 સુધારાઓની દરખાસ્ત
8 ઓગસ્ટ, 2024 ના, વક્ફ (સુધારા) ખરડો, 2024 અને મુસ્લિમ વકફ (રદ કરવા) બિલ, 2024, વક્ફ બોર્ડના કાર્યને અને વક્ફ મિલકતો સુવ્યવસ્થિત કરવા અને તેના કાર્યક્ષમ સંચાલનને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે બે બિલ, લોકસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. વકફ (સુધારા) ખરડો, 2024, જે વર્તમાન વકફ અધિનિયમ, 1995 (2013 માં સુધારેલ) માં લગભગ 40 સુધારાઓની દરખાસ્ત કરે છે, ભારતીય સંસદના નીચલા ગૃહમાં ઉગ્ર ચર્ચા બાદ, સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવ્યો હતો. તેનો પ્રાથમિક ઉદ્દેશ વકફ બોર્ડના નિયમન તેમજ વકફ મિલકતોના સંચાલનમાં જે સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે, તેના નિવારણ માટે વકફ બોર્ડને સંચાલિત કરતા કાયદામાં સુધારો કરવાનો છે. લઘુમતી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત બિલ સમગ્ર દેશમાં વકફ મિલકતોના વહીવટ અને સંચાલનમાં વધુ સુધારો કરવા માંગે છે. અગાઉના અધિનિયમની ખામીઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે, સૂચિત વિધેયક અધિનિયમનું નામ બદલીને, નોંધણી પ્રક્રિયામાં સુધારો, વકફની વ્યાખ્યાઓને અપડેટ કરવા અને વકફ રેકોર્ડનું સંચાલન કરવા માટે ટેક્નોલોજીની ભૂમિકામાં વધારો જેવા બહુવિધ ફેરફારો દાખલ કરીને વકફ બોર્ડની કાર્યક્ષમતામાં વધારો કરવાનું છે.
વિશ્વભરમાં ભારત પાસે સૌથી વધુ વકફ બોર્ડ પાસે જમીનો
હાલમાં, વક્ફ બોર્ડ 8.7 લાખ મિલકતોને નિયંત્રિત કરે છે જે સમગ્ર દેશમાં 9.4 લાખ એકરમાં ફેલાયેલી છે, જેની અંદાજિત કિંમત ₹1.2 લાખ કરોડ છે, સત્તાવાર રેકોર્ડ મુજબ. સશસ્ત્ર દળો અને ભારતીય રેલ્વે પછી વક્ફ બોર્ડ દેશની સૌથી મોટી જમીન માલિક સાથે વિશ્વભરમાં ભારત પાસે સૌથી વધુ વકફ હોલ્ડિંગ છે.
What's Your Reaction?






