જન્માષ્ટમી વિશેષ: હે કાના, બાળાઓને નરાધમોથી બચાવવા કયારે મેદાને ઉતરશો? ભારતની શુસંસ્કૃત પ્રજા છતાં, દરરોજ 90થી વધુ મહિલાઓ સાથે જાતિય અત્યાચાર, કોણ છે જવાબદાર પરિબળો?!!!

જય શાહ
મુંબઈ: ભારત અને વિશ્વમાં આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે, બીજી તરફ ભારતમાં દર વર્ષે 30,000 થી વધુ બળાત્કારના કિસ્સાઓ નોંધાયા છે, હવે ભારતની મહિલાઓ રોડ પર ઉતરીને તેમની સંવેદના વ્યક્ત કરીને આશાભરી નજરે પુછી રહી છે, હે કાના આ નરાધમોનો નાશ કરવા હવે કયારે મેદાનમાં આવશો, હવે મહિલાઓ અને બાળકીઓ પરના જાતિય અત્યાચાર કયારે અટકશે? કારણ કે, ભારતીય અદાલતોની ન્યાય વ્યવસ્થા, સંરક્ષક ગણાતા કેટલાક પોલીસો, નરાધમોને સાથ આપનાર રાજકિય નેતાઓ અને કેટલાક ધાર્મિક ગુરૂઓ પરથી આત્મવિશ્વાસ ભારતીય પ્રજાને ઉઠી ગયો છે. મહિલાઓ અને કુમળી વયની બાળકીઓ સાથે જાતિય અત્યાચારના મામલે હવે આધુનિક ભારતમાં મહિલાઓના ચિરહરણ કરનારા સામે કોણ તારણહાર બનશે તે સમય કહેશે? પરંતુ શા માટે જાતિય અત્યાચાર વધી રહ્યા છે, તેની પાછળ કેટલાક મહત્વના પરિબળો છે, જેને લઇને સરકાર, પ્રસાશન અને જનતાએ આત્મચિંતન કરવાની જરૂર છે.
તાજેતરના કોલકાતા, બદલાપુર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં મહિલાઓ સામેના ઘૃણાસ્પદ અપરાધોની ઘટનાઓએ દરેક ભારતીયને હચમચાવી નાખ્યો છે. રેકોર્ડ માટે, છેલ્લા એક વર્ષમાં દેશભરમાં બળાત્કારના કુલ 31,516 કેસ નોંધાયા છે. પણ આ ચિરહરણ ક્યારે અટકશે? આની પાછળના મુખ્ય પરીબળો પૈકી આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.
ભારતમાં પોર્નોગ્રાફિક સામગ્રીની ઍક્સેસ અને સગીરો માટે તેના જોખમો
ભારતમાં, ખાસ કરીને સગીરો માટે પોર્નોગ્રાફિક સામગ્રીની ઍક્સેસને પ્રતિબંધિત કરવાના હેતુથી કાયદા અને નિયમો છે. ભારત સરકારે પોર્નોગ્રાફિક વેબસાઈટ્સને બ્લોક કરવા માટે પગલાં લીધાં છે અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (POCSO) એક્ટ, 2012 જેવા કાયદાની સ્થાપના કરી છે, જેનો હેતુ બાળકોને જાતીય શોષણથી બચાવવાનો છે.
પોર્નોગ્રાફિક સામગ્રીની ઍક્સેસ હજી પણ વિવિધ માધ્યમો દ્વારા સહેલાઈથી ઉપલબ્ધ
જો કે, એ નોંધવું અગત્યનું છે કે, પોર્નોગ્રાફિક સામગ્રીની ઍક્સેસ હજી પણ વિવિધ માધ્યમો દ્વારા થઈ શકે છે, અને માતાપિતા, શિક્ષકો અને સંભાળ રાખનારાઓએ જોખમોથી વાકેફ હોવા જોઈએ અને બાળકોને તંદુરસ્ત સંબંધો, સેક્સ અને ઑનલાઇન સલામતી વિશે શિક્ષિત કરવા માટે પગલાં લેવા જોઈએ. પોર્નોગ્રાફિક સામગ્રીની ઍક્સેસ બાળકો માટે હાનિકારક હોઈ શકે છે, અને તે ભારત સહિત ઘણા દેશોમાં ચિંતાનો વિષય છે. પોર્નોગ્રાફીનો સંપર્ક સેક્સ, સંબંધો અને શરીરની છબી પ્રત્યે અસ્વસ્થ વલણ તરફ દોરી શકે છે, અને બાળકોનું શોષણ થવાનું અથવા જોખમી વર્તણૂકોમાં સામેલ થવાનું જોખમ વધારી શકે છે.
કેટલાક અભ્યાસો સૂચવે છે કે, અશ્લીલ સામગ્રી ગુનાહિત વર્તણૂકમાં વધારો કરી શકે
કેટલાક અભ્યાસો સૂચવે છે કે, અશ્લીલ સામગ્રીનો સંપર્ક ગુનાહિત વર્તણૂકમાં વધારો કરવા માટે પણ ફાળો આપી શકે છે, આજે મોબાઇલ અને ઇન્ટરનેટના જમાનામાં અશ્લીલ સામગ્રી કાયદાની ઐસી કી તૈસી કરીને સહેલાઈથી વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ છે, અને જોઈ શકાય છે, જેના કારણે એકાએક મહિલાઓ સામે જાતિય અત્યાચારો વધી ગયા છે, અપરાધીઓમાં કાનુનનો કોઈ ડર નથી,કારણ કે, ભારતીય પોલીસ પ્રસાશન અને ન્યાય પાલિકાની કામગીરીથી સૌ કોઈ વાફેક છે. જેથી તેઓ સહેલાઈથી કાનુની પંજામાંથી મુકત થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા અપરાધીઓએ જેલમાંથી જામીન મેળવીને મહિલાઓ પર હિસંક હુમલા અને જાતિય અત્યાચારની ઘટનાના અહેવાલો જોયા છે, જેના કારણે જાતીય અપરાધો, બાળ જાતીય શોષણ, ઘરેલું હિંસા અને બળાત્કાર અને જાતીય હુમલાના કેસ સતત વધી રહ્યા છે. હવે તો કાનો બનીને કોણ મહિલાઓનું રક્ષણ કરવા આગળ આવે તે આગામી સમમયાં જોવું રહે.
What's Your Reaction?






