જૈન સમુદાયના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગરિમાને ઠેસ પહોંચાડતા નિર્ણયથી વિવાદ: જીવદયા પ્રેમીઓમાં રોષ : વેજીટેરિયન નાગરિકો ફરીથી કોર્ટના દ્વાર ખખડાવશે

જૈન સમુદાયના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગરિમાને ઠેસ પહોંચાડતા નિર્ણયથી વિવાદ: જીવદયા પ્રેમીઓમાં રોષ : વેજીટેરિયન નાગરિકો ફરીથી કોર્ટના દ્વાર ખખડાવશે

જય શાહ

મુંબઈ: જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વની ગરિમાને ઠેસ પહોચાડતા મુંબઈ મહાનગરપાલિકાના નિર્ણયથી જીવદયા પ્રેમીઓ અને ભારતીય વેજીરીયન સોસાયટીના નાગરિકોમાં અત્યંત દુ:ખની લાગણી જન્મી છે. ભારતીય લોકશાહી અને બંધારણના રખેવાળોએ બંધારણમાં આપેલા દરેક ધર્મને સમાન અધીકારોના મુળભુત સિદ્ધાતોની અવહેલના થઇ રહ્યાની અને અંહિસક સમાજના સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો મત અનેક જૈન આગેવાનોએ ર્ક્યો છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) જૈનોના તહેવાર નિમિત્તે 4 સપ્ટેમ્બરના દેવનાર કતલખાનાને એક દિવસ માટે બંધ રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો છે, જો કે, બીએમસીએ બોમ્બે હાઈકોર્ટ સમક્ષની જૈન સંસ્થાઓની અરજી દ્વારા માંગવામાં આવેલ 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધી કતલખાનાને બંધ કરવા તૈયાર નથી, અને માસ મટન વેચાણ કરતી દુકાનો બંધ રાખવા માટે કોઇ આદેશ જાહેર નહી કરતા જૈન સમાજ અને જીવદયાપ્રેમીઓમાં આઘાતની લાગણી જન્મી છે. જો કે મહારાષ્ટ્ર રાજ્યના 7 સપ્ટેમ્બર 2004ના એક પરિપત્ર અનુસાર રાજ્યમાં જૈન સમાજના પર્યુષણ પર્વના પ્રથમ અને છેલ્લા દિવસ એટલે કે બે દિવસ માસ-મટનની દુકાનો બંધ કરવાનો પરિપત્ર બહાર પાડેલ છે, તેના અનુસંધાને વસઈ-વિરાર સહિતની રાજ્યની અનેક મહાપાલિકા દ્વારા આ વખતે 31 ઓગષ્ટ્ર અને 7 સપ્ટેમ્બર માસાહારી વેચાણ કરતી દુકાનો બંધ રાખવા પરિપત્ર બહાર પાડેલ છે.

જૈન સમાજમાં રોષની લાગણી

બીજી તરફ મુંબઈ જૈન સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, આ મામલે તેઓ ફરીથી રાજ્ય સરકાર, જીલ્લા કલેકટર અને સંબધિત મહાપાલિકાના કમિશનરને મળી આવેદનપત્ર સોપશે. તે મજ જરૂર પડે કાનુની કાર્યવાહી કરવાની તૈયારી કરશે એમ જણાવ્યું હતું. પર્યુષણ/દશલક્ષણ તહેવાર દરમિયાન 31.08.2024 થી 17.09.2024 સુધી કતલખાના બંધ રાખવા અંગે સુપ્રીમ કોર્ટની સૂચનાઓનું કડક પાલન કરવા ભારતીય જીવજંતુ બોર્ડના સરકયુલર દ્વારા અનુરોધ કરાયો છે.

પ્રાણીઓ સાથે માનવીય વ્યવહારનો અભિગમ જરુરી

સુપ્રીમ કોર્ટના 14 માર્ચ 2008ના આદેશ દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડ- ભારત સરકાર (AWBI) દ્વારા જારી કરાયેલ સૂચનાઓના પાલનમાં C.A. નં. 5469/2005,ના સંબંધમાં જારી કરાયેલ કે, તમને પર્યુષણ-દસલક્ષણ તહેવારના અવસર પર 31મી ઓગસ્ટ 2024 થી 17મી સપ્ટેમ્બર 2024 સુધી તમારા અધિકારક્ષેત્રમાંના તમામ કતલખાના બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. સમયગાળા દરમિયાન બંધ કરવાના આદેશોનું ચુસ્તપણે પાલન કરવાની ખાતરી કરવા સ્થાનિક સ્તરે અનુરોધ કરવામાં આવ્યો છે. માનનીય સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે, આ સમયગાળા દરમિયાન કતલખાના બંધ કરવા એ ગેરવાજબી પ્રતિબંધ નથી અને તે ભારતના બંધારણની કલમ 19(1)(g)નું ઉલ્લંઘન નથી. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (સ્લોટરહાઉસ) રૂલ્સ, 2001 મુજબ પ્રાણીઓ સાથે માનવીય વ્યવહારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

બોમ્બે હાઇકોર્ટે પીઆઇએલની સુનાવણીમાં શું કહ્યું?

જૈન ધર્મીઓના પર્વાધિરાજ પર્વે, પર્યુષણ 31 ઓગષ્ટ્ર શરૂ છે, જૈન સમાજની અનેક સંસ્થાઓ તરફથી ખાસ કરીને અરજદાર શેઠ મોતીશાવ લાલબાગ જૈન ચેરિટીઝ (પીટીશનર) અને અન્ય લોકો તરફથી 31 ઓગસ્ટ 2024 થી 31 ઓગસ્ટ 2024 ના સમયગાળા દરમિયાન પ્રાણીઓની કતલ અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતી વિવિધ રજૂઆતો  દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની એક અરજી કરી હતી અને તેની સુનાવણી પછી બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈ મહાપાલિકા સહિત રાજ્યની મહાપાલિકાઓને પર્યુષણ પર્વ દરમિયાન પશુઓની કતલ અને વેચાણ પરના કામચલાઉ પ્રતિબંધ અંગે તાકીદે વિચારણા કરવા અને નિર્ણય લેવા નિર્દેશ આપ્યો હતો.

મહાપાલિકાએ માસ-મટનની દુકાનો બંધ નહી રાખવા શું ર્તક આપ્યો?

મુંબઈ એક કોસ્મોપોલીટન શહેર છે, જેમાં બિન-જૈનો અને જૈન વિચારધારાના અનુયાયીઓની મોટી વસ્તી છે. તે મહાન વિવિધતા ધરાવતું શહેર છે. વિવિધ સમુદાયો, સંપ્રદાયો, ભાષાકીય અને વંશીય જૂથોના લોકો બહુમતી સંખ્યામાં છે. શહેરમાં એવા સમુદાયો છે કે, જેઓ રોજિંદા ધોરણે માંસાહારી ખોરાક લે છે, અને ખોરાકમાં મટન, ચિકન, માછલી, સીફૂડ અને ઇંડાનો સમાવેશ થાય છે, દેવનાર કતલખાનામાંથી માંસનો પુરવઠો માત્ર મુંબઈ પૂરતો મર્યાદિત નથી પરંતુ લગભગ સમગ્ર MMR પ્રદેશને આવરી લે છે. તેથી, આ બાબતને એકલતામાં નક્કી કરવી યોગ્ય રહેશે નહીં. લોકો, સંભાળ રાખનારાઓ, મજૂરો, કસાઈઓ અને માંસ વેચનારાઓની આજીવિકા પ્રાણીઓની કતલ અને માંસ અને સંબંધિત ઉત્પાદનોના વેચાણ પર આધારિત છે. તેથી, સમગ્ર સમયગાળા માટે કતલની પ્રવૃત્તિઓ બંધ રાખવી અન્યાયી ગણાશે, એમ બીએમસીએ પત્રમાં જણાવ્યું હતું.

મુંબઈ મહાપાલિકાના કમિશનરે શું નિર્ણય લીધો?

દરમિયાન, મુંબઈ મહાપાલિકાના આંતરિક પત્ર મુજબ, BMC9 ઑક્ટોબર, 2015ના કોર્પોરેશનનો ઠરાવ નંબર 777 પસાર કર્યો હતો, જે મુજબ તહેવારો અને અન્ય કારણોસર કતલખાના બંધ રહેશે, જે વર્ષમાં 15 દિવસ સુધી મર્યાદિત છે. આ ઠરાવ મુજબ, એવું અવલોકન કરવામાં આવ્યું છે કે, પર્યુષણ પર્વ એ તારીખોની સૂચિમાં સમાવિષ્ટ નથી કે જેમાં દેવનાર કતલખાના બંધ રહેશે. જો કે, ગણેશ ચતુર્થી એ દિવસોમાંનો એક દિવસ છે કે, એથી દેવનાર કતલખાના બંધ રહેશે, જે સંજોગવશાત પર્યુષણ પર્વનો આખરી દિવસ છે, આ વર્ષે ગણેશ ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થશે. આમ BMC આ વર્ષે 4 સપ્ટેમ્બરના રોજ આવતા પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાને એક દિવસ બંધ રાખવાની વિચારણા કરી છે. સૂત્રોનો દાવો છે કે, BMC આ પત્રને સત્તાવાર જવાબ તરીકે હાઈકોર્ટમાં સબમિટ કરશે. આ પરિપત્ર મુંબઈ મહાપાલિકાના વડા ભૂષણ ગગરાણી દ્વારા સહી થયેલ છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow