દુઃખમાં પણ સમાજકલ્યાણ માટે કચ્છી પરિવારનો અંગદાનનો નિર્ણય: વિરારમાં કચ્છી મહિલાનું દેહ દાન સહિત ત્વચા, નેત્રદાન કરતાં અનેક લોકોને નવજીવન મળ્યું

વિરાર- વિરાર-વેસ્ટમાં આવેલાં વિવા કોલેજ વિસ્તારમાં ગણપિત કુટીર ઈમારતમાં રહે છે. આ ગાલા દંપતિને સંતાન નથી. કિશોર ગાલાની 49 વર્ષની પત્ની મનીષા ગાલાનું મંગળવારે સવારે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. મનીષા ગાલાના આકસ્મિક અવસાનથી પરિવાર પર ભારે આઘાતમાં આવી ગયો હતો. પરંતુ, આ આઘાતને દુર કરીને પણ કિશોર ગાલાએ અન્યોનું જીવન પ્રકાશમય થાય એ માટે સમાજલક્ષી નિર્ણય લઈને દેહદાન કર્યું હતું. અંગદાનની પ્રક્રિયા માટે ધ ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના સ્થાપક પુરુષોત્તમ પવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ વિશે ધ ફેડરેશન ઓફ ઓર્ગન એન્ડ બોડી ડોનેશનના સ્થાપક પુરુષોત્તમ પવારે કહયું હતું કે ‘પરિવારે આવી મુશ્કેલ પળો વચ્ચે પણ સમાજને મદદરૂપ બનાવ વિચાર્યું હતું. ગાલા પરિવારના સભ્યોને અંગદાન વિશે સમજણ પણ પુરી પાડી હતી એથી પરિવારે નેત્રદાન, ત્વચાનું દાન અને આખા શરીરનું દાન કરવાનો નિર્ણય લીધા બાદ સમય વેડફ્યા વગર તરત બધી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
મુંબઈની નાયર હોસ્પિટલમાં લક્ષ્મણ ધુરી, ડૉ. સ્નેહા અને ડો. યુવરાજ ભોસલેની મદદથી દેહદાનની સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. નાલાસોપારાની રિદ્ધિવિનાયક હોસ્પિટલમાં નેત્રદાન કરવામાં આવ્યું હતું. દેહ મુક્તિ મિશન વસઈના કાર્યકર સાગર વાઘની મદદથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડો. નિકમ, ડૉ. અવધેશ અને તેમની ટીમે નેત્રદાન સ્વીકાર્યું હતું અને તેને સુરક્ષિત રીતે થાણેમાં આવેલી કોર્નિયા સહિયારા આઈ બેન્ક પહોંચાડી દીધી છે. આ નેત્રદાનને કારણે આગામી 36 કલાકમાં ઓછામાં ઓછા બે અંધ લોકોને દૃષ્ટિનો લાભ મળશે. તેમ જ ઐરોલી ખાતે નેશનલ બર્ન સેન્ટરમાં ત્વચા દાનની પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ગાલા પરિવારનો આ નિર્ણય સમાજ માટે વિચાર કરવો એ પળે અઘરો હોય છે. પરંતુ, મૃત્યુ પછી પણ આપણે ઘણા લોકોને નવું જીવન આપી શકીશું એવો સેવાભાવી વિચાર સમાજને પ્રેરણા આપશે.’
આ વિશે પતિ કિશોર ગાલાએ ‘ધ જર્નલિસ્ટ’ કહયું હતું કે ‘મારી મમ્મીની આંખો મેં ડોનેટ કરી હતી અને પપ્પાની આંખો કોવિડના કારણે ડોનેટ કરી શક્યો નહોતો. પરંતુ, મારા અવયવો દાન કરવા મેં મનિષાને કહયું હતું પરંતુ નસીબે મને તેના અવયવો દાન કર્યા છે. જીવતા તો આપણે લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરતાં હોઈએ છીએ પરંતુ મૃત્યુ બાદ શરીર રાખ થાય એના કરતાં તે ઉપયોગી પડે એ જરૂરી છે.’
What's Your Reaction?






