ધારાવીમાં ફ્લેટની પાત્રતા અને મેઇન્ટેનન્સના સમયગાળા સહિતના પ્રશ્નોના જવાબનું વચનઃ ૮ બિન સરકારી સંગઠ્ઠનોનો રિડેવલપમેન્ટ માટેના સર્વેને ટેકો: કહ્યું, ફક્ત બિન સ્થાનિકો જ વિરોધ

યજ્ઞેશ આચાર્ય
મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના વડપણ હેઠળ ચાલી રહેલ સર્વેની કામગીરીને લેખિતમાં ટેકો આપનારા ધારાવીમાં કાર્યરત આઠ બિન સરકારી સંગઠ્ઠનો પૈકીના ગ્લોબલ ગિવિંગ ફાઉન્ડેશન અને ઓલ ઈન્ડિયા પોલીસ જન સેવા સંગઠનના નૂર મોહમ્મદ ખાને સત્તાવાળાને રીડેવલપમેન્ટ બાદ આકાર લેનારા આવાસ સંકૂલોમાં અદાણી ગ્રૂપની કંપની ધારાવીના પુનર્વસનના ભાગરુપે ફ્લેટનું નિર્માણ કરી ફ્લેટની ફાળવણી કરશે ત્યારથી ફ્રી મેઇન્ટેનન્સનો સમયગાળાથી માંડી.અને જાન્યુઆરી 2000ની કટ ઓફ ડેટ બાદ ઝૂંપડપટ્ટીમાં રહેવા આવ્યા હતા તેમના હિતો અને ફ્લેટ મેળવવા માટેની પાત્રતા નક્કી કરવા.સહિતના 13 પ્રશ્નો પૂછ્યા છે જે તમામના જવાબ આપવાનું ઓથોરિટીએ વચન આપ્યું છે.
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કામ કરતા અનેક બિન સરકારી સંગઠ્ઠનોએ હાલમાં સરકારના વડપણ હેઠળ ધારાવીમાં ચાલી રહેલ સર્વેની કામગીરીને ટેકો આપવાના સંકલ્પ સાથે રિડેવલપમેન્ટની કામગીરીને રોકવા માટે ધારાવી બહારના વિસ્તારોમાં રહેનારા લોકો ખોટી માહિતીઓ ફેલાવી રહ્યાનો આરોપ રાજ્ય સરકારને લખેલા પત્રમાં મૂક્યો છે.
મહારાષ્ટ્ર સરકારના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP)/ સ્લમ રીહેબિલીટેશન ઓથોરીટી (SRA)ની દેખરેખ હેઠળ અને અદાણી સમૂહ દ્વારા યુએસ ડોલર 3 બિલિયનના ખર્ચે આકાર લઈ રહેલા ધારાવી પુર્નવિકાસ પ્રોજેક્ટને સમર્થન આપતા પત્રો આઠ બિન સરકારી સંગઠ્ઠનોના પદાધિકારીઓએ સરકારના અધિકારીને રુબરુમાં સુપ્રત કર્યા હતા.
ધારાવીમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ સહિતની વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરતા આ સંગઠ્ઠનોએ આ પ્રોજેક્ટના મુખ્ય કારોબારી અધિકારીને મળીને એકી અવાજે ધારાવીવાસીઓના પુર્નવસન માટે ચાલી રહેલી સરવેની કામગીરીને આવકારી છે. ગત માસે ધારાવીના રહેવાસીઓના નવા રચાયેલા એક સંગઠને ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુખ્ય કારોબારી અધિકારી શ્રીનિવાસનો સંપર્ક કરી ટેનામેન્ટ્સના અનૌપચારિક સર્વેની કામગીરીને ટેકો આપ્યા બાદ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને બળ મળ્યું છે.
30,000થી વધુ ટેનામેન્ટ્સને નંબર અપાયા
18 માર્ચ, 2024થી હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં અત્યાર સુધીમાં 11,000થી વધુ ટેનામેન્ટ્ની ડોર-ટુ-ડોર મુલાકાત લેવામાં આવી છે જ્યારે 30,000થી વધુ ટેનામેન્ટ્સને નંબર આપવાનું કામ પુરું કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ધારાવીમાં રહેણાંક, વ્યાપારી ટેનામેન્ટ્સ અને ધાર્મિક બાંધકામોનો સમાવેશ થાય છે. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આવાસ મેળવવા પાત્ર રહેવાસીઓને આ વિસ્તારમાં 350 ચોરસ ફૂટનો ફ્લેટ મળશે, જ્યારે પાત્ર ના હોય એવા રહેવાસીઓને મુંબઈમાં અન્યત્ર જગાએ પુનઃસ્થાપિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારની આ સર્વપ્રથમ નીતિ છે જેમાં આવાસ મેળવવા પાત્ર કે અપાત્ર દરેકને ઘર મળશે. હાલની પુનઃવિકાસ યોજના માટે વૈશ્વિક ટેન્ડરનો રાજ્ય સરકારનો આ ચોથો પ્રયાસ છે જેને સ્થાનિક વસાહતીઓ અને વેપાર-ઉદ્યોગનું સમર્થન મળી રહ્યું છે. તે જોતા ધારાવી માત્ર રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ નહી પરંતુ માનવ પરિવર્તનનો પ્રોજેક્ટ બની રહેવાની આશાના દીવડા ધારાવીવાસીઓમાં પ્રગટાવ્યા છે.
ધારાવીના રહેવાસીઓ અને વ્યાપારી જગ્યાના માલિકો આ પ્રોજેક્ટના કે સર્વેના વિરોધમાં નથી
દરમિયાનમાં એક અહેવાલ મુજબ આ સર્વેક્ષણને સમર્થન આપતાં એનલાઈટન ફાઉન્ડેશને DRPના સીઈઓ SVR શ્રીનિવાસને 20 ઓગસ્ટના લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, “રહેવાસીઓ અને વ્યાપારી જગ્યાના માલિકો આ પ્રોજેક્ટના કે સર્વેના વિરોધમાં નથી.”
ફક્ત મુઠ્ઠીભર લોકોનો વિરોધ
ફક્ત મુઠ્ઠીભર અને બદહિત ધરાવતા લોકો દ્વારા સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ કરી રહેલા મોટા ભાગના લોકો ધારાવીના સ્થાનિક નહી પરંતુ ધારાવીની બહાર રહે છે અને ધારાવીની રહેઠાણની સ્થિતિથી અજાણ છે,” એમ એનલાઈટન ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ રાજેશકુમાર પનીરસેલ્વમે જણાવ્યું હતું.. તેમણે આ લખ્યો હોવાની બાબતની પી.ટી.આઇ.ને પુષ્ટી આપી હતી.
ધારાવીના છત્રપતિ શિવાજી મહારાજ હાઉસિંગ સોસાયટી.ના, નિવાસી સંગઠને તેના પત્રમાં “સર્વે સાથે આગળ વધવાની અને દાયકાઓથી અટકેલા પુનઃવિકાસ પ્રોજેક્ટને એકસાથે શરૂ કરવાની માંગ કરી છે. આ વિસ્તારના પુનઃવિકાસની રાહ જોઈને અનેક પેઢીઓ પસાર થઈ ગઈ છે પરંતુ અમારુ સદનશીબ છે કે હવે અમે સકારાત્મક પગલાના સાક્ષી બની રહ્યા છીએ.”
ધારાવીમાં સૌથી મોટા તમિલ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા થેવર સમાજે ડીઆરપીને ખાતરી આપી છે કે, સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારી સંસ્થાઓ પુનઃવિકાસ જોવા અને ધારાવીમાં વ્યવસાય કરવા આતુર છે. "અમે તંત્રવાહકો અને ડીઆરપીને અમારું સમર્થન આપતા જણાવવા માંગીએ છીએ કે અમે પુનઃવિકાસના પ્રોજેક્ટનો એક હિસ્સો છીએ અને ઇતિહાસનું એક સકારાત્મક પૃષ્ઠ બનવા માંગીએ છીએ," થેવર સમાજે ધારાવી ઓથોરિટીને લખેલા પત્રમાં આવી લાગણી પાઠવી છે. સ્થાનિક યુવા જૂથો, ધારાવીકર આયર્ન ગ્રૂપ અને ઓમ શ્રી ગૌરી મિત્ર મંડળે તેમના પત્રોમાં સર્વેક્ષણ માટે સ્વયંસેવક તરીકે સેવા આપવાની ઓફર કરી છે. સ્થાનિક યુવા જૂથો, ધારાવીકર આયર્ન ગ્રૂપ અને ઓમ શ્રી ગૌરી મિત્ર મંડળે તેમના પત્રોમાં સર્વેક્ષણ માટે સ્વયંસેવક તરીકે સેવા આપવાની ઓફર કરી હતી. ધારાવીનો પુનઃવિકાસ ઘણા દાયકાઓથી ઘોંચમાં રહ્યો છે ત્યારે સ્થાનિક લોકો તેની રાહ જોઈ રહ્યા છે. અમે ધારાવીકરોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી અને અમે નથી ઈચ્છતા કે અમારી ભાવિ પેઢીઓ અમારી જેમ જીવે. તેથી પુનઃવિકાસ અત્યંત મહત્વ ધરાવે છે. અમે તેને કોઈપણ રીતે ટેકો આપવા માટે ખુશ છીએ,” ધારાવીકર આયર્ન ગ્રૂપે ધારાવીના પુનઃવિકાસની સ્થાનિક લોકો વાટ જોઈ રહ્યાનું જણાવ્યું છે. અમે તેને કોઈપણ રીતે ટેકો આપવા માટે ખુશ છીએ,” એમ ધારાવીકર આયર્ન ગ્રૂપે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.
અખિલ ભારતીય પોલીસ જન સેવા સંગઠનનો પણ સહયોગ
ધારાવીમાં પોલીસ અને અન્ય સરકારી રહેઠાણોના હિતોનું પ્રતિનિધિત્વ કરતા અખિલ ભારતીય પોલીસ જન સેવા સંગઠને લોકો સાથે સીધા સંવાદ દ્વારા પ્રોજેક્ટ વિરુદ્ધ ખોટા પ્રચારને દૂર કરવામાં મદદ કરવા ધારાવી પ્રશાસનને અરજ કરી છે. બદહિત ધરાવતા લોકો દ્વારા પોતાના સ્વાર્થને સાધવા માટે ધારાવીવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તેની નોંધ લઇ આવા તત્વોને મળીને જમીની સત્ય હકીકતો જણાવવા એસોસિએશને વિનંતી કરી છે. અગાઉ ધારાવીવાસીઓએ પણ વહીવટીતંત્રને આ સરવેની પ્રક્રીયાનો વિરોધ કરી રહેલા લોકો સામે કાનૂની પગલા લેવા જણાવ્યું છે. એમ એક અહેવાલમાં જણાવાયું છે.
What's Your Reaction?






