ભાઈંદરઃ મીરા-ભાઈંદર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય નરેન્દ્ર લાલચંદ મહેતા દ્વારા સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી પહેલા સંકલ્પ સભાનું આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ મીરા-ભાઈંદર વિધાનસભા ક્ષેત્રમાં અટકાયેલો વિકાસ હતો. આ સભામાં પંદર હજારથી વધુ લોકો જોડાયા હતા.
આ સભા દરમિયાન, નરેન્દ્ર મહેતાના રૂપમાં મીરા-ભાયંદરના લોકોને એક સ્વપ્નદ્રષ્ટ નેતૃત્વ મળ્યું છે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહયું હતું. 1997 થી રાજકારણ અને સામાજિક બાબતોમાં સક્રિય, નરેન્દ્ર મહેતા 2007 માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2012 માં નરેન્દ્ર મહેતાના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના 29 કોર્પોરેટરો અને 2017 માં 63 કોર્પોરેટરો ચૂંટાય આવ્યા હતા. તેમ જ સમગ્ર કોંકણ પ્રાંતમાં ભારતીય જનતા પાર્ટીએ જો કોઈને પ્રથમ મેયર આપ્યો હોય તો તે નરેન્દ્ર મહેતા છે. તેમના કામથી પ્રભાવિત થઈને અન્ય પક્ષોના કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. મીરા ભાઈંદર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વિકાસના વિઝનને સામે રાખીને, તેમણે મીરા-ભાઈંદરના સર્વાંગી વિકાસના દૃષ્ટિકોણથી ઘણા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ લાવ્યા હતા.

તેમાં પાણીની સમસ્યાને ઉકેલ લાવવા માટે સૂર્ય પ્રોજેક્ટ, તહસીલ ઓફિસ, પોલીસ કમિશનરેટ, સોસાયટી રજિસ્ટ્રાર ઓફિસ, રસ્તાઓનું કોંક્રીટિંકરણ, સ્વ. લતા મંગેશકર રંગમંચ, મેટ્રો પ્રોજેક્ટ, સોલિડ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ જેવા ઘણા પ્રોજેક્ટ્સ સાથે આવ્યા હતા. તેમના ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે અને હવે જનતાની સેવા કરી રહ્યા છે; પરંતુ તેમને ધારાસભ્ય પદેથી દુર થયા બાદ પ્રોજેક્ટો બંધ થઈ ગયા હતા. માત્ર કામ જ નહીં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મીરા-ભાઈંદરનો કોઈ વિકાસ થયો ન હોવાનું એવું ચર્ચાય રહયું છે. એથી અટકાયેલાં વિકાસ કાર્યોને આગળ ધપાવવા માટે મીરા-ભાઈંદરકર મતવિસ્તારમાં સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Previous
Article