મહિલાઓ અને બાળકીઓ પરના જાતિય અત્યાચારના કિસ્સાઓમાં આરોપીઓને સખત સજા મળવાનો રેશીયો હજુ પણ ઓછો : લાખો પડતર કેસ અને ન્યાય મેળવવામાં વિલંબને કારણે જઘન્ય અપરાધોમાં થતો વધારો

જય શાહ
મુંબઈ: મુંબઈ સહિત દેશભરમાં હાલમાં મહિલાઓ અને બાળકીઓ પરના જાતિય અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના અનેક કારણો પૈકી એક કારણ એ પણ છે કે, તપાસનીસ પોલીસ એજન્સીની તપાસની પદ્ધતી, તપાસનીસ પોલીસની ચાર્જશીટમાં ટેકનીકલ ભુલો, સાંયોગિક પુરાવાનો અભાવ, કેસ સાબિત કરી આરોપીને સજા મળવાનો દર ઓછો, અને કોર્ટમાં પડતર કેસોના કારણે ન્યાય મેળવવામાં લાગતો ખાસ્સો સમય જેના કારણે આરોપીઓનું મનોબળ વધી જાય છે, અને આવા જઘન્ય અપરાધોમાં વધારો થતો જાય છે.
હજુ પણ દુર્ષ્કમ અને POCSO લાખો કેસ કોર્ટમાં પડતર
મે 2024 સુધીમાં, 30 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 410 વિશિષ્ટ POCSO (ePOCSO) અદાલતો સહિત 755 ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSC) કાર્યરત છે, જેમણે 2,53,000 થી વધુ પડતર કેસોનો નિકાલ કર્યો છે. આમછંતા ભારતના જુદાજુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાખો કેસ પડતર છે, જેમાં એકલા પ. બગાળમાં જ 48,600 દુર્ષ્કમ અને POCSO કેસ પેન્ડિંગ છે.
સરકારે શું પગલા લીધા?
મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા અને સુરક્ષાના કારણને આગળ વધારતા, સરકારે ફોજદારી કાયદો (સુધારા) અધિનિયમ, 2018 પસાર કરીને બળાત્કારના ગુનેગારો માટે મૃત્યુદંડ સહિતની કડક સજાની જોગવાઈ કરી. જાતીય અપરાધોની ઘટનાઓ અને આરોપીઓની લાંબી સુનાવણી માટે સમર્પિત અદાલતની જરૂર છે. પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે મશીનરી. ઓક્ટોબર 2019 થી, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ લૈંગિક ગુનાઓ સંબંધિત ઝડપી સુનાવણી માટે સમગ્ર દેશમાં વિશિષ્ટ POCSO કોર્ટ સહિત ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (FTSCs) ની સ્થાપના કરવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો અમલ કરી રહ્યું છે.
POCSO અને દુર્ષ્કમના કેસોની તપાસ અને કાર્યવાહીમાં શું પડકારો છે?
આવો જાણીએ શા માટે ભારતમાં POCSO અને દુર્ષ્કમના કેસોની તપાસ અને કાર્યવાહીમાં કેવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં મુખ્યત્વે સામાજિક કલંક અને પીડિતાને જ દોષી માનવા, તપાસકર્તાઓ અને ફરિયાદીઓ માટે પૂરતી તાલીમનો અભાવ, અપૂરતી ફોરેન્સિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળતા, વિલંબિત અથવા અપૂરતી તબીબી પરીક્ષણો, પીડિતો માટે કાઉન્સેલિંગ અને સહાયક સેવાઓની મર્યાદિત ઍક્સેસ, પીડિતો પર સમાધાન કરવા અથવા કેસ પાછા ખેંચવા માટે દબાણ, લાંબી ટ્રાયલ અને વારવાર પડતી મુદતો, ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ, જેમ કે ડીએનએ પરીક્ષણ અને ડિજિટલ પુરાવા, પીડિતો અને સાક્ષીઓ માટે અપૂરતું રક્ષણ અને સામાજિક વલણ અને પૂર્વગ્રહો જે તપાસને પ્રભાવિત કરી શકે છે.
ભારતમાં POCSO અને બળાત્કારના કેસોની તપાસ અને કાર્યવાહીમાં ઉપરોક્ત પડકારોને કારણે ગુનાની સજાનો દર (conviction rates) નીચો સાબિત થાય છે. વિલંબિત ન્યાય અને પીડિતો માટે અપૂરતી સહાય તરફ દોરી શકે છે. એથી POCSO અને દુર્ષ્કમના કેસોની તપાસ અને કાર્યવાહીમાં સુધારો કરવા માટે આ પડકારોનો સામનો કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે આ કારણોસર આરોપીઓનું મનોબળ આવા કુત્યો કરવાના કારણોના એક પીઠબળ સમાન છે.
ઉલ્લેખનિય છે કે, મહિલાઓ અને બાળકીઓ પરના જાતિય અત્યાચારના કિસ્સાઓના અનેક કારણો પૈકી ભારતમાં પોર્નોગ્રાફિક સામગ્રીની સહેલાઈથી ઍક્સેસ અને તેના કારણે સગીરો માટે તેના જોખમો વધવાનું એક કારણ છે, આવું જ એક અન્ય કારણ ભારતમાં પ્રતિબંધિત પદાર્થનો દુરુપયોગ, જેને ડ્રગના દુરુપયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
What's Your Reaction?






