અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટરો સહિત 5 લોકોની ધરપકડ કરી

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટરો સહિત 5 લોકોની ધરપકડ કરી

ભરૂચ : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાયાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કંપનીના 3 ડિરેક્ટરો સહિત કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી કેટલુક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ્સ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા પાંચ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપતા ચકચાર મચી જવા પામ્યો છે.

જીઆઈડીસીમાં કેમિકલની આડમાં ઘણા નાના યુનિટ ચલાવતા ઉદ્યોગકારો મંદીના માર વચ્ચે વધુ રૂપિયા કમાવવાની લાલચમાં આવી ખોટું પગલું ભરે છે તે તેમના માટે અને ઇન્ડસ્ટ્રીઝ માટે પણ નુકશાન કરતા છે .છેલ્લા વર્ષોમાં આવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે જે યુવા સમાજ માટે લાલબત્તી સમાન છે .હાલ પોલીસ કાર્યવાહી ચાલી રહી તપાસના અંતે યોગ્ય નિષ્કર્ષ નીકળશે .

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow