એમસીએક્સ પર સોનાનો ડિસેમ્બર વાયદો ઊંચામાં રૂ.77,019ના તેના લાઈફ ટાઈમ હાઈને સ્પર્શ્યો

એમસીએક્સ પર સોનાનો ડિસેમ્બર વાયદો ઊંચામાં રૂ.77,019ના તેના લાઈફ ટાઈમ હાઈને સ્પર્શ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.78091.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11217.19 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66872.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19090 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.714.71 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7149.93 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.76861ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77019ના તેના લાઈફ ટાઈમ હાને સ્પશ્યો હતો અને નીચામાં રૂ.76620ના સ્તર સુધી જઈ, રૂ.76664ના આગલા બંધ સામે રૂ.266 વધી રૂ.76930ના સ્તરે પહોંચ્યો હતો. સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.238 વધી રૂ.61698ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.7505ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.247 વધી રૂ.76410ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91837ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92445 અને નીચામાં રૂ.91130ના મથાળે અથડાઈ, રૂ.92183ના આગલા બંધ સામે રૂ.44 વધી રૂ.92227ના સ્તરે પહોંચ્યો હતો. સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.47 વધી રૂ.92080ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.30 વધી રૂ.92071ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2256.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.7.15 ઘટી રૂ.813.9ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.2.2 ઘટી રૂ.279.75ના સ્તરે પહોંચ્યો હતો. સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.1 ઘટી રૂ.236.65ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 40 પૈસા ઘટી રૂ.182.4ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1829.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5936ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5955 અને નીચામાં રૂ.5890ના સ્તરને સ્પર્શી, રૂ.5923ના આગલા બંધ સામે રૂ.2 ઘટી રૂ.5921ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.6 ઘટી રૂ.5920ના સ્તરે પહોંચ્યો હતો. સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ 70 પૈસા ઘટી રૂ.199.7ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 80 પૈસા ઘટી રૂ.199.7ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.917.5ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.913.6ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.320 ઘટી રૂ.56800ના ભાવ થયા હતા. કપાસિયા તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.9.2 ઘટી રૂ.1161.1ના ભાવ થયા હતા.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2897.37 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4252.56 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1381.61 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 265.35 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 54.90 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 554.25 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 787.08 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1041.94 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 1.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.33 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17250 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29524 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7108 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 98086 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 28830 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41384 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 137772 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21869 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 55891 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18972 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19102 પોઈન્ટના સ્તર અને નીચામાં 18972 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 72 પોઈન્ટ વધી 19090 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.5 ઘટી રૂ.51.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા ઘટી રૂ.3.85ના ભાવ થયા હતા.

સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144.5 વધી રૂ.1390ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.57.5 વધી રૂ.3448ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4.32 ઘટી રૂ.8ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 68 પૈસા ઘટી રૂ.1.64ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.20.15 ઘટી રૂ.52.8ના ભાવ થયા હતા. સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.7.7ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.671.5ના ભાવ થયા હતા. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.32.5 વધી રૂ.4230ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.2 ઘટી રૂ.26.3ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા વધી રૂ.5.2ના ભાવે બોલાયો હતો.

સોનું નવેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.56.5 ઘટી રૂ.1004ના ભાવ થયા હતા. સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.97 વધી રૂ.3283ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.33 વધી રૂ.8.55ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 22 પૈસા વધી રૂ.3.65ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.20.35 ઘટી રૂ.27.3ના ભાવ થયા હતા. સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા વધી રૂ.7.6ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.105 ઘટી રૂ.298.5ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.64 વધી રૂ.2202ના ભાવ થયા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow