કેનેડામાં પણ ગુજરાતી અને જૈન મૂલ્યોનું જતન, પતિ-પત્ની પર્યુષણ કરવા મુંબઈ પહોંચ્યા

કેનેડામાં પણ ગુજરાતી અને જૈન મૂલ્યોનું જતન, પતિ-પત્ની પર્યુષણ કરવા મુંબઈ પહોંચ્યા

ભારતના ત્રણ જૈન તિર્થની રક્ષા માટે હીનાબેન હેમંત શાહે મુંબઈમાં અઠ્ઠાઈ તપ કર્યું

હેંમત શાહ પરિવાર સાથે

જય શાહ

મુંબઈ: મુંબઈના મુલુંડના હીનાબેન શાહ 49 વર્ષ પહેલા તેમના પતિ હેમંત શાહ સાથે કેનેડાનું વિનિપેગ શહેરમાં તેમની કર્મભૂમિ બનાવી, આજે હીનાબેનની ઉંમર 68 વર્ષની છે. તેઓ કેનેડામાં વિક્ટોરિયા હોસ્પિટલમાં હેલ્થકેર આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. જૈન કુળમાં જન્મેલા હીનાબેન દેરાસર જવું અને આરાધના કરવી તે બધું કરતા હતા, પરંતુ ખરેખર તેમનામાં ગચ્છાધિપતિ યુગભૂષણસૂરીજી મહારાજ કે, જેઓ પંડીત મહારાજ તરીકે ઓળખાય છે, તેમને મળ્યા બાદ પલ્ટો આવ્યો છે.  કેનેડામાં પણ ગુજરાતી અને જૈન મૂલ્યોનું જતન, પતિ-પત્ની પર્યુષણ કરવા મુંબઈ પહોંચ્યામૂળ

કચ્છના વરાડીયાના વતની અને કચ્છી દશા ઓસવાળ સમાજના હેંમત શાહ-કોલેજનું શિક્ષણ મુંબઈમાં લીધુ અને તેમને કર્મભૂમિ બનાવી, તેઓ ચોપાટી અને મુલુંડમાં 21 વર્ષ રહ્યા અને તે પછી તેમણે તેમની કર્મભૂમિ કેનેડાને બનાવી, પાચ દાયકાથી કેનેડામાં વસ્યા, પરંતુ ભારતીય સંસ્કાર અને સંસ્કુતિ હજુ પણ અંકબંધ રહ્યા છે. જૈન ધર્મમાં વધુને વધુ રૂચિ વધતી ગઈ તે વિશે વાત કરતા હેંમતભાઇ શાહે કહ્યું કે, પત્ની હિના શાહ, જ્યારે ગચ્છાધિપતિ યુગભૂષણસૂરીજી મહારાજની નિશ્રામાં આવ્યા ત્યારે તેમણે પહેલી અઠ્ઠાઈ કરી હતી. તેમણે જૈન ધર્મમાં પાપાપગલી માંડી હતી, એ પછી ગુરુદેવના પુસ્તકો વાંચવા, ગુરુદેવ જે બોધ આપતા તેમાંથી ધીરે-ધીરે આગળ વધ્યા આમ તેમણે 4 અઠ્ઠાઈ કરી લીધી છે. હાલ તેઓ પાંચમી અઠ્ઠાઈ રહ્યા છે, શનિવારથી શરૂ થંતા પર્યુષણ કરવા માટે ખાસ કેનેડાથી શુક્રવારે મુંબઈ આવ્યા છે.

ગુરૂ આજ્ઞાનું પાલન કરવા ભારત આવ્યા

ગુરુ પણ કહેતા હતા કે, અનાર્ય દેશમાં પર્યુષણ ન થાય તે વાત સાચી છે,  શાહ દંપતી જ્યાં રહે છે એ (બ્લૂબેલ્સ, દેવીદયાલ રોડ, BPS પ્લાઝા) એની સામે આદી દાદાનું ભવ્ય દેરાસર આવેલું છે, જેને હાલમાં જ 25 વર્ષ પૂર્ણ થયા છે. એ દેરાસરની રોજ આરાધના, તપસ્યા, સેવા, પૂજા બધું થાય. એટલે ખાસ કરીને કેનેડાથી હીનાબેન અને હેમંતભાઈ પર્યુષણ કરવા માટે ભારત પધાર્યા છે.

દેવગુરુની અસીમ કુપાથી પતિને નવજીવન મળ્યું

અરિહંત અને દેવગુરના આશીર્વાદ તથા આશીર્વચનો કઈ રીતે જીવનમાં ફળદાયી થાય છે તે અંગે વાત કરીને હીનાબેન કહે છે કે, ત્રણ વર્ષ અગાઉ વિનિપેગ, કેનેડામાં મારા પતિ હેમંત શાહને ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો, આ જીવલેણ હાર્ટ અટેક આવીને ચાલ્યો ગયો, પરંતુ તેઓ અરિહંત અને દેવગુરુના તથા કલ્યામિત્ર પરિવારના આશીર્વાદથી હેમંત 35 દિવસ પછી હેમખેમ પાછા આવ્યા હતા. આ બધું દેવગુરુના આશીર્વાદથી થયું છે. 

એક નોંધનીય વાત એ છે કે, હેમંતની જે હોસ્પિટલમાં સારવાર થઈ તે જ હોસ્પિટલમાં ત્રણ વર્ષ પછી તેઓએ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સ્થાન મેળવ્યું હતું. આ બાબતે હું ગર્વથી કહીશ કે વિનિપેગની 140 વર્ષ જૂની હોસ્પિટલમાં પહેલા ગુજરાતીને આ ઉત્તમ તક મળી તે મારા તથા તમામ ગુજરાતીઓ અને ભારતીયો માટે ઘણી જ ગર્વની વાત છે. આ બધું જ એક રીતે કહું તો દેવગુરુના આશીર્વાદ સમાન જ છે.

તિર્થ રક્ષા માટે અઠ્ઠાઈ 

આમ પર્યુષણ દરમિયાન દર વર્ષે આવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ આ વખતે 68 વર્ષની ઉંમરે હીનાબેને અઠ્ઠાઈ સાથે જાપ કર્યા છે, આ અઠ્ઠાઈ પાછળનો તેમનો ઉદ્દેશ્ય તિર્થ રક્ષા છે. જેમાં ગુજરાતના બે પાલિતાણા અને ગીરનાથ તથા ઝારખંડના એક તિર્થ સ્થળ શીખરજી સમસ્ત શીખરજીની રક્ષાનો ઉદ્દેશ્ય છે. જેનો હમણા સુપ્રીમ કોર્ટમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, અને જૈનોને જે અન્યાય થઈ રહ્યો છે, એના માટે હીનાબેન કેનેડામાં હોય ત્યારે પણ જાપ જપે છે, આમ તેઓ તિર્થ રક્ષા માટે અઠ્ઠાઈ રહ્યા છે.

હીનાબેને 28 વર્ષ સુધી કેનેડાની વિક્ટોરિયા હોસ્પિટલમાં હેલ્થકેર તરીકે કામ કર્યું છે, આ પણ તેમની માનવ સેવા જ હતી. હીનાબેનને ગુરુદેવ ગચ્છાધિપતિ યુગભૂષણસૂરીજી મહારાજ મળ્યા અને તે પછી બદલાવ આવ્યો, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જૈન કુળમાં જન્મ મળ્યો છે.  હિનાબેનની અઠ્ઠાઈનું પારણું રવિવારે મુલુંડમાં રાખવામાં આવ્યું છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow