પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈઃ જૈન સમાજમાં સૌથી પવિત્ર પર્વ પર્યુષણની આવતી કાલથી શરૂઆત થઈ રહી છે. આ પર્વ દરિમયાન સંપૂર્ણ સમાજમાં મોટા પાયે ધાર્મિક કાર્યક્રમો થતાં હોવાથી ભક્તિમય વાતાવરણ જેવા મળે છે. આ પવિત્ર પર્વમાં અનેક તપસ્યાઓ અને જાપ પણ થતાં હોય છે અને એ કરતી વખતે જૈન સમાજની 3 વર્ષની દીકરી અરિહા શાહને ભારત પાછા લાવવા પણ પ્રાર્થના કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે. આમ જર્મનીમાં ફોસ્ટર કેરમાં ખોટી રીતે ફસાઈ ગયેલી દીકરીને પાછી ભારત લાવવા માટે સંપૂર્ણ જૈન સમાજ એક થયો છે. ઉલ્લેખનીય છે કે અરિહા બચાવો અભિયાન માટે એક વિશેષ નંબર સહિત વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી છે. આ નંબર પર લોકો અરિહા માટે કરેલી તપસ્યાના ફોટો અને વિડીયો શેર કરી શકે છે.

        ભાઈંદરમાં રહેતાં અને જર્મનીમાં કામ કરતાં ભાવેશ શાહ અને ધારા શાહની દીકરી અરિહા શાહ છેલ્લા 36 મહિનાથી જર્મન સરકારની કસ્ટડીમાં છે. તેના માતા-પિતા તેમની કસ્ટડી મેળવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી કાનૂની લડાઈ લડી રહ્યા છે. જ્યારે અરિહા સાત મહિનાની હતી ત્યારે જર્મન સરકારે અરિહાને તેના માતા-પિતા દ્વારા સગીર માર મારવાના આરોપસર જર્મન ફોસ્ટર કેર સેન્ટરમાં રાખી છે. વિદેશ મંત્રાલય ત્રણ વર્ષની બાળકી અરિહાને વહેલા પરત લાવવાના પ્રયાસો કરી રહયા છે છતાં એનું હકારાત્મક પરિણામ મળી રહયું નથી. આ લડાઈમાં ભારત જ નહીં વિશ્વભરનો જૈન સમાજ અરિહા બચાવો અભિયાનમાં જેડાયેલો છે. આ અભિયાનના અમદાવાદના યુવાન આગેવાન યતીન શાહે The journalists જણાવ્યું હતું કે, અરિહાને લાવવા સતત પ્રયત્નો ચાલી રહયા છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ, હવે આખો જૈન સમાજ જાગૃત થયો છે અને દીકરીને ફરી ભારત લાવવા આગળ આવ્યો છે. જૈન ધમર્ના અનેક સાધુ-ભગંવતો પણ સાથે જાડેયેલા છે. પૂજા ન કરનારો પણ જૈનોના પવિત્ર પર્વ પર્યુષણમાં આરાધનના કરતો હોય છે. જૈનો પૂણ્ય અને કમર્માં વધુ માને છે. એથી આરાધાનના આ આઠ દિવસ ખૂબ મહત્ત્વ ધરાવતાં હોવાથી જૈન દીકરી પર આવેલી આફત દુર થાય એવા પ્રયાસો સાથે એની માટે વિશેષ પૂજા કરાશે. આ ઈમિગ્રેશન કેસ ફક્ત ભારત માટે જ નહીં વિદેશમાં પણ મહત્ત્વનો પુરવાર થશે. એથી તમામ જૈનોને વિનંતી છે કે અઠ્ઠાઈ કે અન્ય જાપ કરતી વખતે અરિહા માટે પ્રાર્થના કરો અને નમસ્કાર મહામંત્રના જાપ સમુહમાં કરે તો તેને પાછા લાવવા માટેના રસ્તાઓ મોકળા થાય.

અહીં અપલોડ કરી શકાશે..

પર્યુષણ પર્વ દરિમયાન, દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રાર્થનાના વિડિયો અથવા ફોટો 8200700309 પર વોટ્સ-અપ અને www.saveariha.org પર મોકલી શકાશે.