બદલાપુર બાળકીઓના જાતીય શોષણ પ્રકરણે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન
બદલાપુરની એક સ્કુલમાં બે બાળકીના જાતીય શોષણની ઘટના બાદ સતત બીજા દિવસે પણ વિરોધ ચાલી રહયો છે. આ ઘટનાને પગલે હવે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન પણ કરાયું છે. મહાવિકાસ આઘાડીની બુધવારની બેઠકમાં આ સંવેદનશીલ મુદ્દે ચર્ચા થઈ અને એ બાદ આ ઘટનાના વિરોધમાં મહારાષ્ટ્ર બંધ જાહેર કરવામાં આવ્યો હતો. આ બંધમાં મહાવિકાસ આઘાડીના તમામ પક્ષો, સ્કુલ-કોલેજ, પેરેન્ટ્સ વગેરે સહભાગી થશે. ઉલ્લેખનીય છે કે બદલાપુરની સ્કુલમાં ચાર વર્ષની અભ્યાસ કરતી બે બાળકી સાથે જાતીય શોષણના મામલે વિરોધ કરનારાઓ લોકલ ટ્રેનના રેલવે ટ્રેક પર મોટી સંખ્યાની ભીડ ઉતરી આવી હતી. આ વિરોધ પ્રદર્શન વખતે મોબે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને એ બાદ પોલીસે લાઠીર્ચાજ પછી રેલવે સેવા ફરીથી શરૂ થયો હતો.
સતત બીજા દિવસે તણાવયુક્ત વાતાવરણ..
બદલાપુરમાં સતત બીજા દિવસે પણ તણાવયુક્ત વાતાવરણ જોવા મળી રહયું છે. બીજા દિવસે પણ અનેક દુકાનો બંધ જ રહી હતી. સાવચેતીના ભાગરૂપે તમામ સ્કુલો પણ બંધ કરી દેવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બદલાપુરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દેખાવકારોની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે. તેમ જ પોલીસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે અને પંચાસથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી પોલીસ કસ્ટડીમાં..
બદલાપુરમાં બાળકીઓનું જાતીય શોષણ પ્રકરણે સ્કુલના સફાઈ કર્મચારી અક્ષય શિંદેની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સવારે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
What's Your Reaction?






