ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું, અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી

ગાંધીનગર:ભારત સરકાર દ્વારા આયોજિત RE-Invest સમિટ- 2024ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાતની ધરતી પર પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે., ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ ઓફિસર સંકેતસિંહ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને અફસરોએ પણ ઉપરાષ્ટ્રપતિ નું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.
What's Your Reaction?






