ભારતીય વેપારીઓનો તુર્કી અને અઝરબૈજાન સામે વેપાર બહિષ્કાર – કેટ નો ઐતિહાસિક નિર્ણય

ભારતીય વેપારીઓનો તુર્કી અને અઝરબૈજાન સામે વેપાર બહિષ્કાર – કેટ નો ઐતિહાસિક નિર્ણય

ન્યૂ દિલ્હી: કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા તુર્કી અને અઝરબૈજાન સામે વેપાર અને વ્યવસાયિક સહભાગિતાનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ દરમિયાન દેશના ૨૪ રાજ્યોમાંથી આવેલા 125થી વધુ અગ્રણીઓએ એકમતથી આ નિર્ણયનો સમર્થન કર્યો.

કેટના રાષ્ટ્રીય મંત્રી તથા અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના અધ્યક્ષ શ્રી શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, “તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનના પક્ષમાં ખૂલ્લેઆમ સમર્થન આપી ભારતના રાષ્ટ્રીય હિતો અને જનતાની ભાવનાઓનું અપમાન કર્યું છે. હવે આર્થિક બહિષ્કાર દ્વારા જવાબ આપવામાં આવશે.”

પરિષદમાં લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો:

  1. તુર્કી અને અઝરબૈજાનથી આયાત-નિકાસ પૂર્ણ રૂપે બંધ કરાશે.

  2. આ દેશો સાથે કોઈ નવો વેપાર કરાર કે સહયોગ નહીં થાય.

  3. પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મ ઉદ્યોગને આ દેશોમાં કામ ન કરવાની અપીલ.

  4. ભારત સરકારને તુર્કી અને અઝરબૈજાન સાથેના સંબંધો પર પુનર્વિચાર કરવાની ભલામણ.

  5. Celebi Ground Handling India Pvt. Ltd. જેવી તુર્કી સંકળાયેલી કંપનીઓ સામે સુરક્ષા ચિંતાઓના આધારે કાર્યવાહી કરવા આહ્વાન.

કેટના રાષ્ટ્રીય મહાસચિવ તથા ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, “ભારતની અખંડિતતા સામે ઊભા રહેતા દેશો સામે આર્થિક શસ્ત્રો દ્વારા જવાબ આપવો શ્રેષ્ઠ રીત છે.”

શંકર ઠક્કરે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્રના વેપારીઓએ સૌથી પહેલાં આનો વિરોધ કર્યો હતો અને હવે સમગ્ર દેશભરમાં આ બહિષ્કારને સમર્થન મળતું જઈ રહ્યું છે. પુણેના વેપારીઓને મળેલી પાકિસ્તાની ધમકીઓ અંગે પણ ચર્ચા થઈ હતી અને પ્રવીણ ખંડેલવાલે આ અંગે તપાસ અને કડક કાર્યવાહીનો આશ્વાસન આપ્યો.

કેટ હવે સમગ્ર દેશમાં જનજાગૃતિ અભિયાન શરૂ કરશે જેથી વેપારીઓ, ગ્રાહકો અને પ્રવાસીઓ પણ આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાઈ શકે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow