વડોદરામાં 1,550 પેન્શનરોએ ઓનલાઈન હયાતી પ્રક્રિયા પૂર્ણ કરી

વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 8,500 પેન્શનરો અને ફેમિલી પેન્શનરો દર મહિને 16 થી 18 કરોડ પેન્શન મેળવે છે. પેન્શનરોને નિયમિત પેન્શન મળતું રહે તે માટે દર વર્ષે પોતાની હયાતી અંગેની કોર્પોરેશનને ખાતરી કરાવવાની હોય છે. આ માટે દરેક પેન્શનરને રૂબરૂ કોર્પોરેશન ખાતે આવવાને બદલે, ઘેર બેઠા ઓનલાઈન 'જીવન પ્રમાણ' એપ્લિકેશન પર હયાતીની ખાતરી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ દ્વારા કરાવી શકશે. આ પ્રક્રિયા દર વર્ષે દરેક પેન્શનરે કરવાની રહેશે.
અત્યાર સુધીમાં 1,550 પેન્શનરે પોતાની હયાતીની ખાતરી આ સર્ટિફિકેટ દ્વારા કરાવી લીધી છે. ઓનલાઇન સિસ્ટમ શરૂ થવાથી ખાસ કરીને બહારગામ રહેતા હોય તેવા, તેમજ બીમાર અને પથારીવશ રહેલા પેન્શનરને ખૂબ રાહત મળશે, પેન્શનરોને રીક્ષા ભાડા ખર્ચીને કોર્પોરેશન સુધી આવવું નહીં પડે. આ ઉપરાંત પેન્શનરોનો અને કોર્પોરેશનના સ્ટાફનો પણ આ કામગીરીનો સમય બચશે. ઓનલાઇન હયાતીની પ્રક્રિયા તારીખ 30 એપ્રિલ સુધી ચાલુ રાખવામાં આવશે.
What's Your Reaction?






