સિદ્ધપુરના બિંદુ સરોવરમાં ડોશીઓની નોમે માતૃતર્પણ માટે 6000 થી વધુ માતા બહેનો નુ શ્રાદ્ધ કરાયુ

સિદ્ધપુરના બિંદુ સરોવરમાં ડોશીઓની નોમે માતૃતર્પણ માટે 6000 થી વધુ માતા બહેનો નુ શ્રાદ્ધ કરાયુ

પાટણ : વિવિધ રાજ્યોમાંથી આવેલ શ્રદ્ધાળુઓ માતૃતર્પણ કરી માતૃ ઋણમાંથી મુક્તિ મેળવી. સૌથી વધુ મહારાષ્ટ્ર , કેરળ અને કર્ણાટક ના શ્રદ્ધાળુઓ આવ્યા

હિન્દૂ ધર્મમાં શ્રાદ્ધપક્ષનું વિશેષ મહત્વ હોઇ પૂર્વજો અને પિતૃઓએ કરેલા ઉપકારનું પિતૃઓનું ઋણ ચૂકવવા તેમજ માઁ ના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે માતૃતર્પણ માટે સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુર બિંદુસરોવર ખાતે આવે છે બુધવારે ભાદરવા વદ નોમને લઈને સવારથી જ યાત્રાળુઓનો પ્રવાહ બિંદુ સરોવર તરફ રહ્યો હતો મોડી સાંજ સુધી તર્પણવિધી કરવામાં આવી હતી જેમાં અંદાજીત 6000 થી વધુ પરિવારોએ માતૃશ્રાદ્ધ વિધિ કરાવી માતા બહેનો ને મોક્ષ પ્રાપ્તિ અપાવી માતૃરુણમાંથી મુક્તિ મેળવી હતી

ભાદરવા વદ નોમના દિવસે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, કચ્છ, કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાંથી માતૃતર્પણ કરવા માટે કપિલ આશ્રમ ખાતે 6000 થી વધુ પરિવારોએ પિંડદાન કરી માતૃઋણ અદા કર્યું હતું. જેમાં હિન્દુ ધર્મશાસ્ત્રમાં પિતૃશ્રાદ્ધ માટે બિહારમાં ગયાજી પ્રખ્યાત છે તેજ પ્રમાણે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુર બિંદુ સરોવર પ્રખ્યાત છે ભાદરવા વદ નોમ ડોશી નોમના દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવા માટે અતિ મહત્વનો દિવસ ગણાય છે ત્યારે બુધવારે વહેલી સવારથી જ સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી માતૃતર્પણ કરાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા હતા. અહીં બ્રાહ્મણો દ્વારા માતૃશ્રાદ્ધ શા માટે કરવું જોઇએ જેની શબ્દસર જાણ આપી વેદોકત મંત્રોચ્ચાર સાથે પિંડદાન કરાવી માતૃતર્પણ વિધિ કરાવવામાં આવે છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 2500 પરિવારો, કેરળ અને કર્ણાટક માંથી 1200 પરિવારો જ્યારે ગુજરાતના કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાંથી 2200 પરિવારો દ્વારા આ તિર્થભૂમિમાં માતૃતર્પણ કરી માતૃઋણમાંથી મુક્ત થવાનો આત્મસંતોષ પ્રાપ્ત કર્યો હતો. આ તિર્થભૂમિમાં ગૌરમંડળ દ્વારા આવનાર યાત્રિકના સાત પેઢીના નામો બતાવવામાં આવે છે આવેલા યજમાનના કુળનું નામ ચોપડામાંથી નીકળે છે. બ્રાહ્મણ માતૃશ્રાદ્ધની વિધિ કરાવી શકે છે. આ તિર્થભૂમિમાં અનેક સંતો આવી માતૃશ્રાદ્ધ કરાવી માતૃઋણમાંથી મુક્ત થયેલ છે. આ તિર્થભૂમિમાં ભગવાન કપિલ તેમજ પરશુરામે માતૃશ્રાદ્ધ કરાવી માતૃઋણમાંથી મુક્ત થયા હતા તેથી ભારતમાં માતૃતિર્થ તરીકે પ્રખ્યાત થયું છે.

બુધવારે બિંદુ સરોવર ખાતે શ્રાદ્ધ વિધી માટે આવેલ 200 થી વધુ શ્રદ્ધાળુઓને કરદમ શાસ્ત્રી , જયનારાયણ શાસ્ત્રી તેમજ કિરણ\ શાસ્ત્રી દ્રારા સમૂહ મા શ્રાદ્ધ વિધી કરાવવામાં આવી હતી.જેમા મહારાષ્ટ્ર થી આવેલ હિતેશ પાટીલે જણાવ્યું હતું કે, આ સ્થળ મોક્ષદાયક છે. શ્રાદ્ધમાં જે કોઈ અહીં આવે છે, તેને 100 ટકા ફળ મળે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. પિંડદાન કરવાથી સાત પેઢીઓના પિતૃઓનો મોક્ષ થાય છે. બિંદુ સરોવરનું વાતાવસ્યા પવિત્ર અને આત્મીય છે.

તો અમદાવાદથી દાદીનું શ્રાદ્ધ કરવા આવેલા હેતલ પરીખ નામના કિશોરે જણાવ્યું કે, અહીં આવ્યા પછી ઘણું બધું જાણવા મળ્યું છે. પિતૃઓ માટે કેવી રીતે પૂજા કરવી કેવી રીતે શ્રાદ્ધ કરવું તેમજ હાથની 5 આંગળીઓમાં હતીર્થ છે. તેની પણ જ |જાણકારી મળી છે માટે આ સ્થળ અતિ પવિત્ર છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow