MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.137 અને ચાંદીમાં રૂ.145ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.9 સુધર્યું

MCX પર સોનાના વાયદાના ભાવમાં રૂ.137 અને ચાંદીમાં રૂ.145ની નરમાઈઃ ક્રૂડ તેલ રૂ.9 સુધર્યું

બિનલોહ ધાતુઓ, નેચરલ ગેસ, મેન્થા તેલમાં એકંદરે વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.9847.96 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.53476.98 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6530.53 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18071 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.63325.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9847.96 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.53476.98 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18071 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1094.1 કરોડનું થયું હતું.

કિંમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6530.53 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71900ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72199 અને નીચામાં રૂ.71856ના સ્તરને સ્પર્શી, રૂ.72188ના આગલા બંધ સામે રૂ.137 ઘટી રૂ.72051ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.187 વધી રૂ.58007ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.7035ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75 ઘટી રૂ.71591ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.84528ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.84868 અને નીચામાં રૂ.84250ના સ્તરને સ્પર્શી, રૂ.84872ના આગલા બંધ સામે રૂ.145 ઘટી રૂ.84727ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.316 ઘટી રૂ.84567ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.330 ઘટી રૂ.84600ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1449.86 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.9.65 વધી રૂ.807ના ભાવે બોલાયો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.5.3 વધી રૂ.273.9ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.6.25 વધી રૂ.234.55ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો 40 પૈસા વધી રૂ.186.35ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1862.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6431 અને નીચામાં રૂ.6345ના સ્તરને સ્પર્શી, રૂ.6362ના આગલા બંધ સામે રૂ.9 વધી રૂ.6371ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.6 વધી રૂ.6373ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ 10 પૈસા વધી રૂ.179.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 20 પૈસા વધી રૂ.179.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.982.6ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.985.8ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ કોઈ ફેરફાર વગર રૂ.58000ના ભાવ થયા હતા. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3517.55 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3012.99 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 972.19 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 128.62 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 41.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 307.79 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 617.50 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1245.26 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 3.96 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.80 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20861 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 28888 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5906 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 120075 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 29844 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 37706 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 125635 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 8393 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 54182 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18081 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18081 પોઈન્ટના સ્તર અને નીચામાં 18071 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 10 પોઈન્ટ ઘટી 18071 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.5 વધી રૂ.152ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા વધી રૂ.11.6ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.73000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.53.5 ઘટી રૂ.688ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.83 ઘટી રૂ.3695ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.810ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.41 વધી રૂ.16.75ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 99 પૈસા વધી રૂ.5.86ના ભાવ થયા હતા.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.8 વધી રૂ.157.45ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.7.5ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.26 ઘટી રૂ.1093ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.35.5 ઘટી રૂ.3702ના ભાવ થયા હતા.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.7 વધી રૂ.187.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા ઘટી રૂ.11.45ના ભાવ થયા હતા.

સોનું સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 વધી રૂ.621.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.87000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.58 વધી રૂ.3782.5ના ભાવે બોલાયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.71 ઘટી રૂ.9.5ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.265ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 95 પૈસા ઘટી રૂ.3.55ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.6400ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.7.75 વધી રૂ.194.45ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.11.8ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.38.5 વધી રૂ.600ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.51.5 વધી રૂ.1140ના ભાવ થયા હતા.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow