અંકલેશ્વરની સબ જેલ કે મોબાઇલની દુકાન એસઓજી ભરૂચએ 5 મોબાઈલ પકડી પાડ્યા

ભરૂચ:અંકલેશ્વરની સબ જેલ કે મોબાઇલની દુકાન કાચા કામના કેદીઓ માટે વાત કરવા આટલા બધા મોબાઈલ આવ્યા ક્યાંથી તે પહેલા તો તપાસનો વિષય બની ગયો છે.સુરક્ષિત ગણાતી અંકલેશ્વર સબજેલમાં નાર્કોટીકસ અને અપહરણના આરોપીઑનો બિન્ધાસ્ત મોબાઈલ ઉપયોગ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સપાટીએ આવી છે. એસ.ઓ.જી.ના સરપ્રાઈઝ ચેકીંગમાં સમગ્ર પ્રકરણનો ફૂટ્યો છે ભાંડો. સબજેલમાં જેલરની ઓફિસના ટેબલના ખાનામાં અને રૂમ તેમજ એક ઈસમની અંગઝડતીમાંથી 5 મોબાઈલ મળી આવ્યા હતા. રૂ.40 હજારની કિંમતના 5 મોબાઈલ જપ્ત કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.
ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઇલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ભરૂચ જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડાએ કોઈ ચમરબંધીઓને છાવરવા નહિ તેવી કામગીરી કરતા ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને સૂચના આપતા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન જેલર વિપુલ સોરઠીયાની ઓફિસની પહેલા આવેલા રૂમમાં આઠ કેદીઓ હાજર હતા તેની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોઅરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા .પોલીસે રૂ.40 હજારની કિંમતના કુલ 5 મોબાઇલ કબજે કર્યા હતા.પોલીસે આ મામલામાં પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાં 1200 કરોડ ઉપરાંતના ડ્રગ્સ ઝડપાવાના કાંડમાં એન.ડી.પી.એસ.એકટના ગુનામાં સંડોવાયેલ ચિંતન પાનસુરીયા, તેમજ તાજેતરમાં જ કલર કોન્ટ્રાકટરના અપહરણના ગુનામાં સંડોવાયેલ ભૌતિક લુણાગરીયા, વિપુલ ભાદાણી, દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પાસે મોબાઇલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે ત્યારે આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસ સર્વગ્રાહી તમામ એન્ગલથી તપાસ કરશે
એસ.ઓ.જી પોલીસના સરપ્રાઈઝ ચેકિંગમાં કાચા કામના આરોપી જેલની બેરેકના બદલે જેલરની ઓફિસ અને આગળ આવેલા રૂમમાં હાજર રંગેહાથ ઝડપાય ગયા હતા. જેમાં એક બિનવારસી મોબાઈલ જેલરના ટેબલના ડ્રોવરમાં મળી આવ્યો હતો. ત્યારે આ મોબાઈલ કોનો છે. તેમજ આ મોબાઈલ આરોપી પાસે કેવી રીતે આવ્યા છે. આ મોબાઈલ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ કરાય રહી છે.
ર્ડા કુશલ ઓઝા,ડી.વાય.એસ.પી અંકલેશ્વરએ મોબાઈલનું ટેકનિકલ એનાલિસિસ કરી તે કોનો હતો શોધવામાં આવશે.એસઓજી પોલીસને મળી આવેલા 5 મોબાઈલ પૈકી 4 મોબાઇલ કોના છે એ સામે આવ્યું છે. જયારે જેલરના ટેબલના ડ્રોવરમાં રહેલ એક મોબાઈલ મળી આવ્યો છે એ કોનો છે તે સ્પષ્ટ થયું નથી. ફોન પૅટર્ન લોક હોવાથી ખોલી શકાય તેમ ના હોવાથી એ મોબાઈલ કોનો છે અને તેમાં ફોન કોલિંગ થયા છે તે અંગે ટેકનિકલ એનાલિસિસ બાદ સ્પષ્ટ થશે.
What's Your Reaction?






