અંબાજી - દાંતા વચ્ચે ત્રીશુલિયા ઘાટા માં લક્ઝરી બસ પલ્ટી,3 મોત 52 ઘાયલ.મુસાફરો કઠલાલ ના હતા

અંબાજી - દાંતા વચ્ચે ત્રીશુલિયા ઘાટા માં લક્ઝરી બસ પલ્ટી,3 મોત 52 ઘાયલ.મુસાફરો કઠલાલ ના હતા

અંબાજી : અંબાજી -દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ ખાતે સવારે બસમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ, કઠલાલ તથા આજુબાજુના વિસ્તારના 65 થી વધુ મુસાફરો અંબાજીના દર્શન કરીને પરત ફરતા બસ પલ્ટી ખાતા અકસ્માત થયો હતો. બનાસકાંઠા જિલ્લા કલેકટરઅને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સમયસૂચકતા દાખવી તમામ ઘાયલ મુસાફરોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઇ હતી. જયા

રે 52 જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડાયા હતા. જિલ્લા કલેકટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા,sdm સિધ્ધિ વરમાં,dysp ડો. જીજ્ઞેશ ગામીત એ દાંતા સ્થિત ત્રિશુળીયા ઘાટના અકસ્માત સ્થળ વિઝીટ લીધી હતી. જે બાદ તેઓએ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેકટરએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ગંભીર અકસ્માત બાબતે સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ઘાયલ લોકોને રૂબરૂ મળીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

આ તકે જિલ્લા કલેકટર મિહિર પટેલ એ જણાવ્યું હતું કે, તમામ ઘાયલ મુસાફરોની સ્થિતિ અત્યારે સ્ટેબલ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલોને સઘન સારવાર અર્થે આરોગ્યની ટીમ ખડેપગે છે. આ અકસ્માતમાં 02 પુરુષ અને 01 બાળક કુલ મળીને 03 લોકોનું નિધન થયું છે. આ અકસ્માત અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. જોકે આ રાહત કામગિરી માં પત્રકારો, સ્થાનિક લોકો,108 એમ્બ્યુલન્સ વિર્ગેરે એ પ્રશંસનીય કામગીરી કરી હતી.. અંબાજી નજીક ગમખ્વાર અકસ્માત ની ઘટના અંબાજી થી દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જ્યો ત્રિશુંલિયા ઘટા માં લક્ઝરી બસ પલ્ટી અંબાજી થી કઠલાલ તરફ જતા રસ્તા માં ઝક્ઝરી બસ પલટી બસ માં 4 થી 5 ના મોત45 ઉપરાંત ને ભારે ગંભીર ઈજાઓ કઠલાલ ના મુસાફરો ગઈકાલે અંબાજી થી દર્શન કરી આજે પરત કઠલાલ પરત ફરતા અકસ્માત સર્જ્યો ટ્રિશુલિયા ઘાટા ના. લક્ઝરી પલ્ટી પોલિસ,108 સાથે સ્થાનિકલોકો એ ઇજાગ્રસ્તોને કર્યાં રેસ્ક્યું પ્રથમ ઇજાગ્રસ્તો ને દાંતા ની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તો ની સંખ્યા વધતા ગ્લુકોઝ ના બાટલા ઝાડ ઉપર બાંધી ને ચઢાવવા પાડયા.... મોટાભાગે ઇજાગ્રસ્તો ને પાલનપુર રિફર કરાયા....

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow