અદાણી ગ્રીન એનર્જીએ  USD 750 મિલિયનની  હોલ્ડકો નોટ્સ  સંપૂર્ણપણે  રિડીમ કરી આમ AGEL તેની મૂડી વ્યવસ્થાપન પ્લાનની પારદર્શિતા, સ્થિરતા અને અનુમાનિતતાને મજબૂત બનાવે છે

* અદાણી ગ્રીન એનર્જી લિ.એ(AGEL) જાન્યુઆરી 2024 થી જાળવેલા સંપૂર્ણ ભંડોળવાળા રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટ દ્વારા 8 સપ્ટેમ્બર 2024 ("હોલ્ડકો નોટ્સ") ના રોજ બાકી રહેલી તેની USD 750 મિલિયનની હોલ્ડકો નોટ્સ 4.375%  રિડીમ કરી.

 * ગત 3 વર્ષમાં AGELની ઝડપી વૃદ્ધિ માટે ભંડોળ ઉપલબ્ધ રાખવા માટે હોલ્ડકો નોટ્સ હતી. હવે  AGEL એ ઝડપી વૃદ્ધિ યોજના વિતરિત કરી છે, તે સ્થિતિમાં પુનઃધિરાણને બદલે રોકડ દ્વારા નોટસ  રિડીમ કરી રહી છે.

* કાર્યરત અસ્કયામતોનો મજબૂત રોકડ પ્રવાહ અને બાંધકામ સુવિધાનો ફ્રેમવર્ક કરાર નાણા વર્ષ-30 સુધીમાં 50 ગિગાવોટ ક્ષમતા હાંસલ કરવા માટે એકંદર કેપેક્સ પ્રોગ્રામને સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડે છે.

મુંબઈ: અદાણી ગ્રીન એનર્જી લિ. એ 8 સપ્ટેમ્બર 2024 ના રોજ બાકી રહેલી તમામ USD 750 મિલિયનની 4.375% હોલ્ડકો નોટ્સનું રિડમ્પશન પૂર્ણ કર્યું છે. જાન્યુઆરી 2024 માં સંપૂર્ણ ભંડોળવાળી આઠ રીડેમ્પશન જાળવણી દ્વારા હોલ્ડકો નોટ્સને સંપૂર્ણપણે બેકસ્ટોપ કરવા માટે અમલમાં રહેલા દિશાનિર્દેશોના પાલનમાં પરિપક્વતા પર હોલ્ડકો નોંધોના સંપૂર્ણ .રિડમ્પશનની સુવિધા માટે રિડેમ્પશન તારીખના મહિનાઓ પહેલાં AGELએ તેની આ જાહેરાતને અનુસરી છે.

સપ્ટેમ્બર 2021માં જારી કરાયેલ  ત્રણ વર્ષની હોલ્ડકો નોટ્સે કંપનીના ઉચ્ચ-વૃદ્ધીના ઉદ્દેશ્યોનું સમર્થન કર્યું છે. આ સમયગાળા દરમિયાન, AGEL ની ક્ષમતા 3.5 થી 11.2 ગિગાવોટ  થઈ છે જે ત્રણ ગણાથી પણ વધુ વધી છે. જે 48% નો CAGR (વૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) નોંધાવે છે.

એકંદર મૂડી વ્યવસ્થાપનની કંપનીની ફિલસૂફી અસ્ક્યામતોના વિકાસ દ્વારા લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર કેન્દ્રિત રહી છે અને તેણે AGEL ને સ્વ-સંચાલિત વૃદ્ધિ એન્જિન તરીકે સ્થાન આપ્યું છે. તેના અંતર્ગત ડેબ્ટ કેપિટલ રેઇઝ પ્રોગ્રામ માટે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ પ્રોફાઇલની સમાન ક્રેડિટ મેટ્રિક્સને પૂર્ણ કરવા માટેના માળખાગત અભિગમ પર પણ ભાર મૂકે છે. આ સાથે, AGEL લાંબા ગાળાની માળખાકીય અસ્ક્યામતોની શ્રેણી માટે અનુમાનિત અને મજબૂત કેશફ્લો સ્ટ્રીમ દ્વારા આધારભૂત મૂડીબજાર જારી કરવા પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત અસ્ક્યામતોની આયુનું અનુકરણ કરીને લાંબા સમયના હેતુ સિધ્ધ કરી શકાય.

મૂડી વ્યવસ્થાપનની યોજના વર્ષોથી પરિપક્વ હોવાથી AGELને તેના નિર્માણાધીન વિકાસને ટેકો આપતી શ્રેષ્ઠ કાર્યરત અસ્ક્યામત આધાર સાથેનો 'અનુભવી' પોર્ટફોલિયો છે. તે હાલ કાર્યરત અસ્કયામતોમાંથી વધારાની રોકડ સાથે નિર્માણ હેઠળના પ્રોજેક્ટ્સની જરૂરિયાતમાં વધારો કરે છે, AGELનો એકંદર મૂડી ખર્ચપ્રોગ્રામ આવી કાર્યરત અસ્કયામતોમાંથી કેશફ્લો અને ઉપલબ્ધ બાંધકામ સુવિધાના સેતુ સાથે સંપૂર્ણપણે ભંડોળ પૂરું પાડે છે. વધુમાં ડિસેમ્બર 2023માં AGELના પ્રમોટર્સ રુ.9,350 કરોડના પ્રેફરન્શિયલ વોરંટ સબ્સ્ક્રાઇબ કરવા માટે સંમત થયા હતા, જેમાંથી રુ. 7,013 કરોડ  (USD 835 મિલિયન બરાબર) AGEL પાસે કોઈપણ વધારાના ભંડોળની જરુરિયાત માટે ઉપલબ્ધ રહેશે.. ૨૦૩૦ સુધીમાં ૫૦  ગિગાવોટની ક્ષમતા હાંસલ કરવા તરફના માર્ગે આગળ વધી રહેલી અદાણી ગ્રીન એનર્જી લિ.એ  એક નિવેદનમાં તમામ સહયોગીઓનો આભાર વ્યકત કર્યો છે.

 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow