એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનું રૂ.70 વધ્યું, ચાંદી રૂ.692 નરમ

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ સોનું રૂ.70 વધ્યું, ચાંદી રૂ.692 નરમ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.34959.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.10471.47 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.24485.77 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19848 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.642.72 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 6686.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.78477ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78919 અને નીચામાં રૂ.78451ના સ્તરને સ્પર્શી, રૂ.78656ના આગલા બંધ સામે રૂ.70 વધી રૂ.78726ના ભાવ થયા હતા. સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.57 વધી રૂ.63304ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.11 ઘટી રૂ.7703ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.84 વધી રૂ.78325ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.99505ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100081 અને નીચામાં રૂ.99235ના સ્તરને સ્પર્શી, રૂ.99972ના આગલા બંધ સામે રૂ.692 ઘટી રૂ.99280ના ભાવ થયા હતા. સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.656 ઘટી રૂ.99022ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.642 ઘટી રૂ.99040ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 2402.38 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.11.7 ઘટી રૂ.807.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.1.55 ઘટી રૂ.288.05ના સ્તરે પહોંચ્યો હતો. સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 5 પૈસા વધી રૂ.239.6ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 90 પૈસા ઘટી રૂ.180.4ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1453.56 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6019ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6050 અને નીચામાં રૂ.5925ના મથાળે અથડાઈ, રૂ.6040ના આગલા બંધ સામે રૂ.112 ઘટી રૂ.5928ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.109 ઘટી રૂ.5934ના સ્તરે પહોંચ્યો હતો. સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.9 ઘટી રૂ.191.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.2.8 ઘટી રૂ.191.9ના ભાવે બોલાયો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.906.8ના ભાવે ખૂલી, રૂ.9.8 વધી રૂ.910ના ભાવ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.360 ઘટી રૂ.56910ના ભાવ થયા હતા. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.18.3 વધી રૂ.1191.1ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3132.01 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3554.65 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1373.53 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 356.92 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 41.71 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 630.23 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 556.46 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 897.10 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 8.78 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 10.59 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17894 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29523 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6022 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 93116 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 29798 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 43593 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 165729 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15490 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 43186 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19822 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19893 પોઈન્ટના સ્તર અને નીચામાં 19822 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 15 પોઈન્ટ વધી 19848 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.48 ઘટી રૂ.186ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.3 ઘટી રૂ.3.4ના ભાવે બોલાયો હતો.

સોનું નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.40 વધી રૂ.926ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી નવેમ્બર રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.437.5 ઘટી રૂ.3604.5ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.39 ઘટી રૂ.17.96ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 50 પૈસા ઘટી રૂ.6.35ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.6100ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.47.55 ઘટી રૂ.193.2ના ભાવ થયા હતા. સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા ઘટી રૂ.3.7ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.72.5 વધી રૂ.880.5ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.103000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.294 ઘટી રૂ.2352.5ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.51.6 વધી રૂ.291ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.195ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.65 વધી રૂ.6.65ના ભાવે બોલાયો હતો.

સોનું નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.310ના ભાવ થયા હતા. સામે ચાંદી નવેમ્બર રૂ.95000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.78 વધી રૂ.1935.5ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.42 વધી રૂ.10.63ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા વધી રૂ.4.01ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.48.55 વધી રૂ.292.7ના ભાવે બોલાયો હતો. સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.3.7ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.3.5 વધી રૂ.1119.5ના ભાવે બોલાયો હતો. સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.58.5 વધી રૂ.692ના ભાવે બોલાયો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow