એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.77,667ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યોઃ ચાંદીનો વાયદો રૂ.1257 ઊછળ્યો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36229.57 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11532.61 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.24691.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19221 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.582.88 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8246.77 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77294ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77667ના ઓલટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.77294ના સ્તરને સ્પર્શી, રૂ.77107ના આગલા બંધ સામે રૂ.482 વધી રૂ.77589ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.543 ઊછળી રૂ.62250ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.7564ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.533ના ઉછાળા સાથે રૂ.77073ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93135 અને નીચામાં રૂ.91995ના મથાળે અથડાઈ, રૂ.91744ના આગલા બંધ સામે રૂ.1257ના ઉછાળા સાથે રૂ.93001ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1210ની તેજી સાથે રૂ.92824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1209ના ઉછાળા સાથે રૂ.92824ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1849.43 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.8.85 વધી રૂ.822.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.1.75 વધી રૂ.283.65ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો રૂ.1.75 વધી રૂ.236.95ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો 40 પૈસા વધી રૂ.183ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1431.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5930ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5984 અને નીચામાં રૂ.5891ના સ્તરને સ્પર્શી, રૂ.5897ના આગલા બંધ સામે રૂ.6 વધી રૂ.5903ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.13 વધી રૂ.5907ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ 60 પૈસા ઘટી રૂ.197ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 70 પૈસા ઘટી રૂ.197ના ભાવ થયા હતા.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.918ના ભાવે ખૂલી, રૂ.1.5 ઘટી રૂ.912.1ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.1810 ઘટી રૂ.55100ના ભાવ થયા હતા. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.1.2 વધી રૂ.1163.50ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3874.58 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4372.19 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1185.45 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 211.64 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 44.33 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 408.01 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 806.89 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 624.61 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.72 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 4.91 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17986 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 30692 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 6444 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 95400 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 28194 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41410 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 139982 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19775 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 55956 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19200 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19257 પોઈન્ટના સ્તર અને નીચામાં 19199 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 135 પોઈન્ટ વધી 19221 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 10 પૈસા ઘટી રૂ.264.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.190ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.10.55ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.297 વધી રૂ.1769ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.733 વધી રૂ.3879.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 42 પૈસા વધી રૂ.4.5ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 47 પૈસા વધી રૂ.2.58ના ભાવ થયા હતા.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.7650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.10.45 વધી રૂ.24.6ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 40 પૈસા ઘટી રૂ.5.4ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.74ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.93000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.645 વધી રૂ.3250ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.19.1 ઘટી રૂ.276.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.8.2ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.147.5 ઘટી રૂ.769ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.427 ઘટી રૂ.1918.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.7.4 ઘટી રૂ.6.02ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.82 ઘટી રૂ.1.91ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.4300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.6.9 વધી રૂ.7.05ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 30 પૈસા વધી રૂ.8.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.340 ઘટી રૂ.348ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.93000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.529 ઘટી રૂ.3368ના ભાવે બોલાયો હતો.
What's Your Reaction?






