ખેડતાઓને વળતર ચૂકવવા અખાડા કરતી નર્મદા નિગમની ઓફિસનો સામાન કોર્ટે સીલ કરી દીધો

વડોદરા: વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના સીમલીયા, અકોટી અને અન્ય ગામોમાં નર્મદા કેનાલ માટે 1989માં જમીન સંપાદન કરવાની પ્રક્રિયા નર્મદા નિગમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ સમયે ખેડૂતોએ 4500 એકર જમીન કેનાલ માટે આપી હતી અને એક એકર માટે 23,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. 1991માં નર્મદા નિગમે જમીનનો કબજો લઈ પેમેન્ટ પણ કરી હતી.
ત્યાંથી, ખેડૂતો આ પેમેન્ટને ઓછી ગણતા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા હતા. ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ડભોઇ કોર્ટને આ મામલે નિર્ણય કરવા માટે સૂચના આપવામાં આવી. 2019માં ડભોઇ કોર્ટના ચુકાદા પછી ખેડૂતો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટએ આ મામલે છ મહિનાની અંદર માળખાની રકમ નક્કી કરવાની અને વળતર ચૂકવવા માટે ડભોઇ કોર્ટને સુચના આપી હતી.
આ બાદ, 21 ફેબ્રુઆરી 2025 સુધી નર્મદા નિગમના અધિકારીઓએ નાણાં જમા કરવાનો વચન આપ્યો હતો, પરંતુ નર્મદા નિગમ દ્વારા નાણાં કોર્ટમાં જમા ન થતા, ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવાની માંગ કરી હતી.
આના પગલે, આજે વડોદરા સિવિલ કોર્ટના બે બેલીફ અને સ્ટાફના સભ્યો બપોરે નર્મદા નિગમની ઓફિસે પહોંચી ગયા હતા. તેમ સાથે ડભોઇના ખેડૂતોએ પણ હાજરી આપી હતી. કોર્ટના બેલીફ દ્વારા નર્મદા નિગમના સીઈઓ અમિત અરોરાની ખુરશી સહિતના ફર્નિચરનો સામાન કોર્ટના હુકમ મુજબ જપ્ત કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






